Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

૧૦ દિવસમાં ૧૦ લાખ કેસ

હોસ્પિટલમાં દર્દીઓની વિક્રમી સંખ્યા : ન્યૂયોર્કમાં નિયંત્રણો

અમેરિકામાં કોરોનાના કેસમાં જોરદાર ઊછાળો : યુએસના શહેરોમાં શાળાઓ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

ન્યૂયોર્ક, તા. ૧૨ : અમેરિકામાં કોરોનાના કેસોમાં ફરી જોરદાર ઉછાળો થયા બાદ હોસ્પિટલમાં એડમિટ કોરોનાના દર્દીઓની સંખ્યા રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગઈ છે. કેસો વધતા ન્યૂયોર્કમાં શુક્રવારથી ફરી નિયંત્રણો મૂકાઈ રહ્યા છે. જેમાં બાર, રેસ્ટોરાં રાત્રે ૧૦ વાગ્યે બંધ કરી દેવાશે, અને ઘરમાં પણ ૧૦થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે.

થોડા સમય પહેલા કોરોનાના કેસ ઘટતા અમેરિકામાં સ્કૂલો પણ ખોલી દેવાઈ હતી. જોકે, હવે સાન ડિએગો, મિનેપોલીસ, ફિલાર્ડેફિયા સહિતના મોટા શહેરોમાં સ્કૂલો ખોલવાનું હાલ પડતું મૂકવામાં આવ્યું છે.

ન્યૂયોર્ક ઉપરાંત, ન્યૂજર્સી અને કેન્ટુકીમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. અમેરિકામાં હાલના દિવસોમાં રોજના .૨૩ લાખથી પણ વધારે નવા કેસો નોંધાઈ રહ્યા છે. બુધવારે તો નવા કેસોની સંખ્યા પહેલીવાર .૪૦ લાખને પાર થઈ ગઈ હતી.

બુધવારે અમેરિકામાં ૬૫,૩૬૮ નવા કોવિડ પેશન્ટ્સને હોસ્પિટલ્સમાં એડમિટ કરવા પડ્યા હતા. જેમાં ન્યૂયોર્કની હાલત સૌથી ખરાબ છે. શહેરના મેયરના જણાવ્યા અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવ ટેસ્ટ રિઝલ્ટની એવરેજ .૫૨ ટકા પર પહોંચી ગઈ છે. જે ઝડપે કેસો વધી રહ્યા છે તેને જોતા ન્યૂયોર્કના મેયરે જણાવ્યું હતું કે કોરોનાને ફરી ફેલાતો રોકવાનો આપણી પાસે છેલ્લો મોકો છે. ન્યૂયોર્ક શહેરમાં છેલ્લા એક સપ્તાહથી રોજના ૧૧૪૨ સરેરાશ કેસો નોંધાઈ રહ્યા છે.

અમેરિકામાં ચૂંટણી પૂરી થઈ ત્યારથી ૩૩ ટકા જેટલા રાજ્યોના ગવર્નરોએ લોકોને ભેગા ના થવા માટે અને કોરોનાને ફેલાતો અટકાવવા દરેક સંભવ કોશીશ કરવા અપીલ કરી છે. ઓહાયોના ગવર્નરે જે પણ સ્ટોરમાં કોઈ માસ્ક વિનાનું દેખાય કે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થાય તેને ૨૪ કલાક માટે બંધ કરી દેવાની પણ ચિમકી આપી છે.

વિસ્કોન્સિનના ગવર્નરે પણ લોકોને કોરોનાથી બચવા અને બીજાને બચાવવા જરુરી સાવધાની રાખવા અપીલ કરી છે. લોકો એકબીજાને કારણ વિના ના મળે, ડિનર પાર્ટી ના યોજે તેમ પણ તેમણે જણાવ્યું છે.

(7:39 pm IST)