Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ચિરાગ પાસવાન વોટ કટર સાબિત થયા

પાસવાનનો પક્ષ તો હાર્યો પણ જેડીયુને ફટકો પહોંચાડયોઃ NDAની ૩૮ બેઠકો કપાણી

પટણા, તા.૧૨: ચૂંટણી સુધી લોકજનશકિત પાર્ટીના નેતા ચિરાગ પાસવાનને વોટ કટરનો ઇલકાબ મળી ગયો હતો જે એણે સાબીત પણ કરી દીધું. જો કે પોતે તો હાર્યા પણ સાથે સાથે તેમણે નીતિશની બોટને પણ ડુબાડી દીધી હતી. લોજપાના કારણે એનડીએના કેટલાય નેતાઓ હારી ગયા હતા. કેન્દ્રમાં એનડીએના જોડાણમાં હોવા છતાં રાજયમાં એણે જદયુ સામે પોતાના ૧૩૭ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. પરિણામે જદયુના અનેક નેતાઓ હારી ગયા હતા.

એકલા હાથે ચૂંટણી લડવામાં પાસવાનને ભાજપનો સાથ અને આશિર્વાદ હતા. પાસવાને કહ્યું હતું કે તેઓ ભાજપની વિરૂધ્ધ નથી, માત્ર નીતિશની સામે ગુસ્સો છે. પરિણામમાં એ આવ્યું કે જયાં જદયુના ઉમેદવારો ઊભા હતા ત્યાં એલજેપીના ઉમેદવારો એટલા વોટ લઇ ગયા જેટલા વોટથી જદયુના ઉમેદવારો હાર્યા હતા.

જો જદયુની સામે પાસવાનનો ઉમેદવાર ઊભો રહ્યો ન હોત તો એનડીએને વધુ ૩૮ બેઠકો મળી હોત. જો કે મહત્વની વાત તે એ હતી કે નીતિશ કુમારને પણ ભાજપના આ ષડયંત્રની જાણ હતી, એમ જદયુના એક પૂર્વ સાસંદ અને જદયુના સલાહકાર પવન વર્માએ કહેલું.

(3:22 pm IST)