Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

બોલિવૂડ સંલગ્ન ડ્રગ્‍સ કેસમાં નારકોટિક્‍સ કંટ્રોલ બ્‍યુરોએ અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્‍ડ ગ્રેબિએલા ડેમેટ્રિયડ્સને પૂછપરછ માટે બોલાવી

નવી દિલ્હી: બોલીવુડ સંલગ્ન ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિયડ્સને પૂછપરછ માટે બોલાવી હતી. ગ્રેબિએલા આજે NCB ઓફિસ પહોંચી, તેની સાથે તેના વકીલ પણ હતા. સવારે 11 વાગે તેને ઓફિસ બોલાવવામાં આવી હતી. આ અંગે તપાસ એજન્સીએ અભિનેતા અર્જુન રામપાલને પૂછપરછ માટે 12 નવેમ્બરનું સમન પાઠવ્યું છે.

  • NCB ઓફિસ પહોંચી ગ્રેબિએલા

સોમવારે તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરને પણ અટકાયતમાં લઈને કલાકો સુધી પૂછપરછ કરી હતી. એક પોલીસ અધિકારીની જાણકારી મુજબ મુંબઈના પરા વિસ્તારમાં 47 વર્ષના અભિન્તાના ઘરની તલાશી દરમિયાન ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરાયા. એનસીબીના સૂત્રોના જણાવ્યાં મુજબ રામપાલને પણ સમન પાઠવવામાં આવ્યું અને તેને 12મી ઓક્ટોબરે હાજર થવા જણાવ્યું. અભિનેતાના ઘરે સર્ચ અભિયાન હાથ ધરાયું તેના એક દિવસ પહેલા એનસીબીએ જૂહુમાં બોલીવુડ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના ઘરેથી કથિત રીતે ગાંજો મળી આવ્યા બાદ પત્નીની ધરપકડ કરી હતી.

ફિરોઝ નડિયાદવાલાની પત્ની શબાના સઈદની ધરપકડ એનસીબીએ કરી હતી. સોમવારે અધિકારીઓએ આ જાણકારી આપી હતી. નડિયાદવાલાના ઘરે અને અન્ય સ્થળોથી 717.1 ગ્રામ ગાંજો, 74.1 ગ્રામ ચરસ અને 95.1 ગ્રામ એમડી મળી આવ્યા. આ ઉપરાંત પેડલર વાહિદ એ કાદિર ઉર્ફે સુલ્તાનના ત્યાથી 10 ગ્રામ ગાંજો જપ્ત કર્યો.

(4:49 pm IST)