Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

' જેલ સે ગઈ વો બેલ સે નહીં આયેગી ' : રિપબ્લિક ટી.વી. ચીફ અર્ણબ ગોસ્વામી જામીન ઉપર છૂટ્યા પછી કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતની ટકોર : ધરપકડ સમયે મહિલા પોલીસ કર્મી ઉપર કથિત હુમલો કરવાના આરોપ અંગે પોલીસ કાર્યવાહી થઇ શકે

મુંબઈ : રિપબ્લિક ચીફ અર્ણબ ગોસ્વામી જામીન ઉપર છૂટ્યા પછી પણ તેમના ઉપરની મુશ્કેલી ઓછી થઇ હોય તેવું લાગતું નથી.

ઈન્ટીરીઅર ડિઝાઈનર તથા તેની માતાને આત્મહત્યા કરવા મજબુર કરવાના આરોપસર 4 નવેમ્બરના રોજ ધરપકડ થયા પછી 14 દિવસ માટે તેમને હિરાસતમાં લેવાયા હતા.જે અંગે મુંબઈ હાઇકોર્ટ તેમના વચગાળાના જામીન મંજુર નહીં કરતા તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.જ્યાં તેમના જામીન મંજુર થયા પછી  રિપબ્લિક ટી.વી.ચીફ વિષે એનબીટી એ  કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંત સાથે વાત કરતા તેમણે શાયરીના અંદાજમાં જણાવ્યું હતું કે '  જેલ સે ગઈ વો બેલ સે નહીં આયેગી ' .

નામદાર કોર્ટે ભલે તેમને જામીન ઉપર મુક્ત કર્યા પરંતુ  ધરપકડ સમયે મહિલા પોલીસ કર્મી ઉપર કથિત હુમલો  કરવાના  આરોપ અંગે પોલીસ કાર્યવાહી થઇ શકે છે . કોંગ્રેસ પ્રવક્તાએ ઉમેર્યું હતું કે મામલો કોર્ટમાં હોવાથી હાલમાં વિશેષ ટિપ્પણી કરવી યોગ્ય નથી .

 શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાયકે જણાવ્યું હતું કે  દલિતોના રક્ષણ અને સલામતી મામલે અમે પીડિત પરિવાર સાથે છીએ. પીડિત પરિવારને નામદાર કોર્ટ જરૂર ન્યાય આપશે તેવી અમને શ્રદ્ધા છે.

ઉલ્લેખનીય છે કે અર્ણબ ગોસ્વામીએ મહિલા  પોલીસ કર્મી ઉપર કથિત હુમલા મામલે તેઓની ધરપકડ ન થાય તે માટે  આગોતરા જામીન માટે  અરજી કરી દીધી છે.તેવું એનબીટી દ્વારા જાણવા મળે છે.

(6:32 pm IST)