Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

પંજાબની જાતિગત રાજનીતિના સમીકરણમાં લાગી શકે છે દરાર

વિધાનસભા ચૂંટણીઃ હિંદુ અને જાટ શિખના વોટ રહ્યા છે કોંગ્રેસનો મોટો આધાર

નવીદિલ્હીઃ પંજાબમાં પરંપરાગત જાતિગત રાજનીતિનો ખેસ આ વખતે ઉલટ પૂલટ થઈ શકે છે. જાટ સીખ અને હિંદુ વોટ જે કોંગ્રેસનો મોટો આધાર રહ્યો છે, તેમાં સેંધ લગાવવા માટે હવે પૂર્વ સી.એમ. અમરિંદર સિંહ ભાજપ તરફ અપેક્ષા લગાવીને બેઠા છે તો અહીં કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ જાટ સીખ વોટોનું પ્રતિનિધિત્વ કરે છે. કોંગ્રેસ પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીને લઈને પહેલાથી જ દલિત સીખ વોટ બેંકને ઉભી કરી ચૂક્યા છે.

ભાજપ નયા પંજાબ ભાજપ દે નાલનો નારો બુલંદ કરી ૧૧૭ સીટ પર પ્રત્યાશી ઉતારવાનું કહી રહી છે. કોંગ્રેસથી સંબંધ તોડી ચૂકેલ અમરિંદર પહેલા હિંદુ અને જાટ સીખના વોટથી જીત્યા હતા.

જ્યારે તેઓ તેમના વોટો સાથે ભાજપના વોટ્સ જોડી કોંગ્રેસને નુકસાન પહોંચાડવાની મજબૂત સ્થિતિમાં આવી શક્યા. પરંતુ ભાજપ-અમરિંદરનું ગઠજોડ હજી સુધી થયું ન્હોતું. અમરિંદર સિંહ તે જાટ સીટ નોટોનું નવું સમીકરણ લઈ શકે છે જે કોંગ્રેસને નુકશાન પહોંચાડી શકતા હોય. પંજાબમાં અત્યાર સુધીમાં હિંદુ કોંગ્રેસ સાથે રહ્યા છે.

દળ-બદળઃ આપ છોડીને રૂપિંદર કોંગ્રેસમાં

પંજાબમાં બર્ઠિડા ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રથી વિધાયક રૂપિંદર કૌર રૂબી આમ આદમી પાર્ટી છોડ્યાના એક દિવસ બાદ બુધવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. તેમને ચંડીગઢમાં સીએમ ચરણજીત સિંહ ચન્ની અને કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટીની સદસ્યતા અપાવી.

જાટ સીખોના વોટ છે સિધ્ધુની તાકાત

પંજાબના કુલ મતદાતાઓના લગભગ ૬૦ ટકા  સિખ મતદાતા છે. જાટ સિખ કોંગ્રેસના પક્ષમાં રહ્યા છે. પ્રદેશાધ્યક્ષ સિધ્ધુએ જાટ સિખ હોવાને કારણે કોંગ્રેસની સ્થિતિને મજબૂત તો કરી છે. પરંતુ સિધ્ધુની મહત્વાકાંક્ષી રાજનીતિમાં હડકંપ મચાવી રહી છે. તેઓ આ જ વોટ બેંટના બૂટ પોતાને વધુ સક્ષમ માની રહ્યા છે. સિધ્ધુ જ્યાં ત્યાં ન હોત તો કોંગ્રસ માટે આ વોટ બેંક મોટી તાકાત બની શકે છે.

(12:14 pm IST)