Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાશિદ અલ્વીએ રામ ભકતોને રાક્ષસ ગણાવ્યા

બીજેપીએ કહ્યું- કોંગ્રેસના વિચારોમાં કેટલું ઝેર છે

નવી દિલ્હી તા. ૧૨ : કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ બાદ હવે રાશિદ અલ્વીએ હિન્દુઓને લઇને વિવાદિત નિવેદન આપ્યુ છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જય શ્રી રામના નારા લગાવનારાઓની તુલના રામાયણના કાલનેમિ રાક્ષસ સાથે કરી છે, તેમણે કહ્યુ કે રામરાજય અને જય શ્રી રામનો નારો લગાવનારા મુનિ નથી પણ રામાયણ કાળના કાલનેમિ રાક્ષસ છે. ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયે તેની પર પલટવાર કર્યો છે.

અમિત માલવીયે રાશિદ અલ્વીના નિવેદનનો વીડિયો ટ્વીટ કરતા લખ્યુ, ઙ્કસલમાન ખુર્શીદ પછી હવે કોંગ્રેસના નેતા રાશિદ અલ્વી જય શ્રી રામ કહેનારાઓને નિશાચર (રાક્ષસ) કહી રહ્યા છે. રામ ભકતો પ્રત્યે કોંગ્રેસના વિચારોમાં કેટલુ ઝેર છે.ઙ્ખ

ઉત્ત્।ર પ્રદેશના જનપદ સંભલમાં આયોજિત એક કાર્યક્રમમાં પહોચેલા કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ, અમે પણ ઇચ્છીએ છીએ કે આ દેશમાં રામ રાજય હોવુ જોઇએ પરંતુ જે રાજયમાં બકરી અને વાઘ એક ઘાટ પર પાણી પીતા હોય ત્યા નફરત કેવી રીતે હોઇ શકે છે. રાશિદ અલ્વીએ ભાજપ તરફ ઇશારો કરતા કહ્યુ કે આ દેશમાં જય શ્રી રામના નારા લગાવીને લોકોને જે લોકો ગુમરાહ કરે છે, આવા લોકોથી સાવધાન રહેવુ જોઇએ.

રાશિદ અલ્વીએ ભાજપ પર નિશાન સાધતા જય શ્રી રામના નારા લગાવનારાઓની તુલના રામાયણના કાલનેમિ રાક્ષસ સાથે કરતા કહ્યુ કે જયારે લક્ષ્મણ મૂર્છિત થઇને પડી ગયા હતા તો વૈધના કહેવા પર હનુમાનજી હિમાલયથી સંજીવન બૂટી લેવા ગયા હતા, તે સમયે રાક્ષસ નીચે બેસીને જય શ્રી રામના નારા લગાવી રહ્યો હતો. જય શ્રી રામના નારા સાંભળીને હનુમાનજી નીચે ઉતરી આવ્યા હતા. રાક્ષસે હનુમાનજીનો કિંમતી સમય ખરાબ કરવા માટે જય શ્રી રામના નારા લગાવ્યા પહેલા સ્નાન કરવા મોકલી દીધા હતા, ત્યારે અપ્સરાએ હનુમાનજીને જણાવ્યુ હતુ કે તમને સ્નાન કરવા માટે મોકલનારો કોઇ મુનિ નથી પણ રાક્ષસ છે. માટે તમારે સમજવુ જોઇએ કે જય શ્રી રામના નારા લગાવનારા કોઇ મુનિ નથી પણ તે રાક્ષસ છે જેનાથી આપણે સાવધાન રહેવુ જોઇએ.

(3:09 pm IST)