Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સેન્સેક્સમાં ૪૦૧, નિફ્ટીમાં ૧૨૦ પોઈન્ટનો ઊછાળો

છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારની સ્થિતિ ખરાબ હતી : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસેબજારમાં તેજીનું તોફાન

મુંબઈ, તા.૧૨ :વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે ઈન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી ટ્વિન્સમાં ઉછાળા સાથે સેન્સેક્સ શુક્રવારે શરૂઆતના કારોબારમાં ૪૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. પ્રારંભિક સોદામાં, ૩૦-શેર સૂચકાંક ૪૦૦.૮૭ પોઈન્ટ અથવા ૦.૬૭ ટકાના વધારા સાથે ૬૦,૩૨૦.૫૬ પર ટ્રેડ કરી રહ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૧૨૦.૧૦ પોઈન્ટ અથવા ૦.૬૭ ટકા વધીને ૧૭,૯૯૩.૭૦ પર પહોંચ્યો હતો.

સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા બે ટકાથી વધુના વધારા સાથે ટોપ ગેઇનર હતો. તે પછી ટાટા સ્ટીલ, સન ફાર્મા અને નેસ્લે ઈન્ડિયાનો નંબર આવે છે.

બીજી તરફ, બજાજ ઓટો અને એનટીપીસીના શેરમાં શરૂઆતના વેપાર દરમિયાન ઘટાડો નોંધાયો હતો.

અગાઉના સત્રમાં સેન્સેક્સ ૪૩૩.૧૩ પોઈન્ટ અથવા ૦.૭૨ ટકા ઘટીને ૫૯,૯૧૯.૬૯ પર અને નિફ્ટી ૧૪૩.૬૦ પોઈન્ટ અથવા ૦.૮૦ ટકા ઘટીને ૧૮,૦૧૭.૨૦ પર હતો. શેરબજારના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા અને ગુરુવારે રૂ. ૧,૬૩૭.૪૬ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

અન્ય મુખ્ય એશિયન સ્ટોક એક્સચેન્જોમાં, હોંગકોંગ, ટોક્યો અને સિઓલ મધ્ય-સત્રના સોદા દરમિયાન ફાયદામાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે શાંઘાઈ નુકસાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૭૦ ટકા વધીને ઇં૮૨.૨૯ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

(7:13 pm IST)