Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સબસીડી બંધ થવાથી ગેસ સીલીન્‍ડરની માંગ ઘટી

કાળાબજારમાં પણ થયો ઘટાડો

નવી દિલ્‍હી, તા. ૧૩ :  ઘરેલું રસોઇ ગેસ સીલીન્‍ડર  પર સબસીડી બંધ થવાની અસર દેખાવા લાગી છે. છેલ્લા કેટલાક મહિનામાં ગેસ સીલીન્‍ડરની માંગ પર અસર પડી છે. ઘરેલુ ગેસ સીલીન્‍ડરની માંગ ઘટી છે, જયારે બીન ઘરેલુ ગેસ સીલીન્‍ડરની માંગ વધી છે. જાણકારો માને છે કે સબસીડી બંધ થવાના કારણે ઘરેલું સીલીન્‍ડરની માંગ ઘટી છે.

જાહેર ક્ષેત્રેની ઓઇલ કંપનીના એક સીનીયર અધિકારીએ કહ્યું કે સબસીડી બંધ થવાથી ઘરેલું ગેસ સીલીન્‍ડરની માંગ પર અસર પડી છે. એલપીજી ગ્રાહકને એક વર્ષમાં ૧ર સીલીન્‍ડર પર સબસીડી મળતી હતી પણ તેની ખપત એટલી ન હતી એટલે ગેસ સીલીન્‍ડરના ભાવમાં ફરક હતો.

સબસીડી બંધ થવાથી બન્ને સીલીન્‍ડરના ભાવમા ફરકં ન રહેવાથી સબસીડી વગરના સીલીન્‍ડરની માંગ વધી ગઇ. પેટ્રોલીયમ યોજના અને વિશ્‍લેષણ પ્રકોષ્‍ઠ અનુસાર ઓગસ્‍ટ મહિનામાં કોમર્શીયલ સીલીન્‍ડરની માંગ ગયા વર્ષની સરખામણીમાં ૪૩ ટકા જ ઓછી રહી હતી.

ઘરેલું ગેસ સીલીન્‍ડરની માંગ ગયા વર્ષની સરખામણીમાં નવેમ્‍બરમાં વધી છે. કેમકે આ સમય ગાળામાં ૬૦ લાખથી વધારે નવા ગેસ કનેકશન અને ૪૪ લાખ ગ્રાહકોને બીજો સીલીન્‍ડર એલોટ કરાયો છે. આંકડાઓ અનુસાર, એપ્રિલથી ઓગસ્‍ટ સુધી ઘરેલુ ગેસ સીલીન્‍ડરની માંગમાં ૧૪૬ ટકાનો વધારો થયો હતો. જયારે એપ્રિલથી નવેમ્‍બર સુધીમાં આ વધારો ઘટીને ૧૧.૪ ટકા થઇ ગયો.

આ ક્ષેત્રે સાથે સંકળાયેલા જાણકારોનું કહેવું છે કે ઘરેલું ગેસ સીલીન્‍ડરની માંગ કેટલાય શહેરોમાં ર૦ ટકા જેટલી ઘટી છે. આ માંગને અમુક હદ સુધી કોમર્શીયલ સીલીન્‍ડરોએ પુરી કરી છે કેમકે કોમર્શીયલ સીલીન્‍ડર બ્‍લેકમાં સીલીન્‍ડર કરતા સસ્‍તા છે. એટલે વધુ કિંમત આપીને ઘરેલુ સીલીન્‍ડર લેવાના બદલે કોમર્શીયલ સીલીન્‍ડરને મહત્‍વ અપાઇ રહ્યું છે.

(1:14 pm IST)