Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલ મોંઘુ: રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત 85ને પાર

પેટ્રોલની કિંમત 31 પૈસા અને ડીઝલની કિંમતમાં 39 પૈસાનો વધારો કરાયો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ મોંઘવારીનો નવો રેકોર્ડ બનાવી રહી છે. તમામ વિરોધ છતાં સરકારી ઓઈલ કંપનીઓએ સતત પાંચમાં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારી દીધી છે. શનિવારે પેટ્રોલની કિંમત 31 પૈસા અને ડીઝલની કિંમતમાં 39 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ 17મી વખત વધારો કરવામાં આવ્યો છે

  દિલ્હીમાં આજે ડીઝલ 78.74 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે મુંબઈમાં ડીઝલનો ભાવ 85.70 રૂપિયા છે. કોલકત્તામાં ડીઝલની કિંમત 82.33 રૂપિયા પ્રતિ લીટર છે, તો ચેન્નઈમાં ડીઝલ 83.86 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 ઈન્ડિયન ઑઈલની વેબસાઈટ મુજબ, આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 88.44 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 94.93 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકત્તામાં પેટ્રોલની કિંમત 89.73 રૂપિયા પ્રતિ લીટર તો ચેન્નઈમાં 90.70 રૂપિયા પ્રતિ લીટર છે.

   ગુજરાતના વિવિધ શહેરોમાં આજે પેટ્રોલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદમાં 85.38 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે. જ્યારે ભાવનગરમાં સૌથી મોંઘુ 86.70 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલની કિંમત છે. જ્યારે સુરત, વડોદરા અને રાજકોટમાં આજની પેટ્રોલ કિંમત ક્રમશ: 85.39, 84.77 અને 85.16 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે.

(12:56 pm IST)