Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કોરોનાએ બ્રિટનના અર્થતંત્રને હચમચાવ્યું :300 વર્ષમાં સૌથી મોટો ઘટાડો

બજેટમાં રોજગાર બચાવવા અને અર્થતંત્રને ઝડપી કરવા માટે નવી યોજનાઓ લાવવાની ખાતરી

કોરોનામહામારીએ બ્રિટનના અર્થતંત્રના મૂળને હચમચાવી દીધી છે. ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ના જણાવ્યા અનુસાર, 2020માં બ્રિટિશ અર્થતંત્રમાં 9.9 ટકા ઘટાડો નોંધવામાં આવ્યો હતો. બ્રિટિશ અર્થતંત્રને ૩૦૦ વર્ષથી વધુ સમય પછી આટલો ઘટાડો થયો છે. 1709માં તીવ્ર ઠંડીના કારણે બ્રિટનની કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને ખરાબ રીતે તોડી પાડવામાં આવી હતી.

ડેટાના આધુનિક રેકોર્ડની દ્રષ્ટિએ આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. બીજા વિશ્વ યુદ્ધથી કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના આધારે ડેટા શરૂ કરવામાં આવ્યો હતો. ૨૦૨૦ માં ઘટાડાનો અંદાજ ૨૦૦૯ ની આર્થિક મંદીના સમયમાં ઘટાડાથી પણ લગાવી શકાય છે.

જોકે આ ચિંતાજનક આંકડા વચ્ચે બ્રિટિશ નાણાં પ્રધાન ઋષિ સુનકે કેટલાક સારા સંકેતોની વાત કરી છે. ઉપરાંત આવતા મહિને પોતાના બજેટ નિવેદનમાં અર્થતંત્રને રાહત આપવા માટે વધુ પગલાં લેવા તરફ ધ્યાન દોર્યું છે.

તેમણે કહ્યું કે, "આંકડા બતાવી રહ્યા છે કે રોગચાળાને કારણે અર્થતંત્રને કેવી રીતે ઝટકો લાગ્યો છે." આખી દુનિયાએ તેનો સામનો કર્યો છે. હાલ અર્થતંત્રમાં પાછા ફરવાના કેટલાક સકારાત્મક સંકેતો પણ દેખાઈ રહ્યા છે. તેમણે ૩ માર્ચે તેમના બજેટમાં રોજગાર બચાવવા અને અર્થતંત્રને ઝડપી કરવા માટે નવી યોજનાઓ લાવવાની ખાતરી આપી છે

(7:00 pm IST)