Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

PoK માંથી મેડિકલ ડિગ્રી મેળવનાર ભારતમાં પ્રેક્ટિસ નહીં કરી શકે

પાક. કબજાવાળા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની મેડિકલ કોલેજોમાંથી પ્રાપ્ત કરવામાં આવેલ ક્વોલિફિકેશન ભારતમાં રજીસ્ટ્રેશન નહીં મેળવી શકેઃ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યો નવો સર્ક્યુલર

નવી દિલ્હી: મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI)એ પાકિસ્તાનના કબ્જા વાળા જમ્મુ-કાશ્મરી અને લદ્દાખ (PoK)થી મેડિકલની ડિગ્રી મેળવનાર લોકોને ભારતમાં પ્રેક્ટિસ કરવા પર રોક લગાવી દીધી છે.

MCIએ એક નોટિસ ઈસ્યૂ કરીને જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરન અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતના જ અભિન્ન અંગે છે. પાકિસ્તાને આ સેક્ટરમાં ગેરકાયદેસર કબ્જો જમાવ્યો છે. આથી PoK સ્થિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સ્થિત કોઈ પણ મેડિકલ સંસ્થાને IMCના 1956ના એક્ટ અંતર્ગત માન્યતાની જરૂર પડશે. અમારા તરફથી પાકિસ્તાનના કબ્જામાં રહેલા જમ્મુ-કાશ્મીરને આવી કોઈ માન્યતા આપવામાં આવી નથી.

ભારતમાં મેડિકલ એજ્યુકેશન સબંધી માપદંડો પર નજર રાખનારી સંસ્થા MCIએ વધુમાં જણાવ્યું કે, આથી PoKની મેડિકલ કૉલેજોથી પ્રાપ્ત કરવામાં આવેલ કોઈ પણ ક્વૉલિફિકેશન ભારતમાં રજિસ્ટ્રેશન નહીં મેળવી શકે.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ ઓફિસરને જણાવ્યું કે, આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે. જ્યારે પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરના એક મેડિકલ કૉલેજથી ડિગ્રી મેળવનારા વ્યક્તિએ જમ્મુ-કાશ્મીરના મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન માટે અરજી કરી હતી.

 

જેની તપાસમાં સામે આવ્યું કે, જે મેડિકલ કૉલેજથી તેણે ડિગ્રી મેળવી હતી. તેને કોઈ માન્યતા મળેલી જ નથી. જે બાદ સ્વાસ્થ્ય મંત્રાલય, ગૃહમંત્રાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે આ મામલે બેઠક યોજાઈ હતી.

(10:29 am IST)