Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રાજસ્થાન: એક મહિનાથી ચાલી રહેલા રાજકીય શીત યુદ્ધ પછી અશોક ગહલોત- સચિન પાયલટ આજે આવશે આમને-સામને

જયપુર : રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ સમાપ્ત થવાની ઘોષણાના ત્રણ દિવસ બાદ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચિન પાયલોટ આજે પ્રથમ વખત મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી એક બીજાના કટ્ટર હરીફ રહેલા અશોક ગેહલોત અને સચિન પાયલોટ આજે કોંગ્રેસના ધારાસભ્ય પક્ષની બેઠકમાં મુલાકાત કરી શકે તેવી શક્યતાઓ છે.

જો સૂત્રો તરફથી મળતી માહીતી પ્રમાણે શુક્રવારે વિધાનસભા સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પક્ષોની આજે બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં રાજકીય શીત યુદ્ધ પછી બંને નેતાઓ પહેલી વાર એકબીજાની સામ- સામે આવશે.

ઉલ્લેખનીય છે કે સચિન પાયલોટ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાતચીત કર્યા બાદ જયપુર પરત ફર્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મહત્વની મુલાકાત કરી હતી, ત્યાર બાદ સચિન પાયલોટ મંગળવારે જયપુર પરત ફર્યા હતા, પરંતુ તે જ દીવસે તેમના જયપુર પહોંચવાની સાથે જ મુખ્યમંત્રી ગેહલોત જેસલમેર માટે નિકળી ગયા હતા.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મહત્વની મુલાકાત કરી

જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો રોકાયા હતા. જોકે, ગેહલોત બુધવારે જયપુર પરત ફર્યા હતા. પરંતુ બુધવારે પણ બંને નેતાઓ વચ્ચે કોઈ મુલાકાત થઈ નહોતી. આ જ કારણ છે કે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં આ બંને બેઠકની સંભાવના વધુ પ્રબળ છે.

(1:25 pm IST)