Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સુશાંત કેસ પર બોલ્યા શરદ પવાર : ખેડૂતો પણ આત્મહત્યા કરે છે તેના પર ચર્ચા કેમ નથી થતી?

એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવારે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમને મુંબઇ પોલિસ પર પૂરતો ભરોસો છે. મુંબઇ પોલિસને તે 50 વર્ષથી ઓળખે છે. જે પણ વાતો અને ચર્ચાઓ થઇ રહી છે તે યોગ્ય નથી. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે કોઇએ આત્મહત્યા કરી લીધી પરંતુ દેશમાં ખેડૂતો પણ આત્મહત્યા કરી રહ્યાં છે તેની કોઇ વાત નથી કરી રહ્યું.

સાથે જ પવારે કહ્યું કે જો કોઇ સુશાંત માટે CBI તપાસની માંગણી કરે છે તો તે તેનો વિરોધ પણ નહી કરે. ડેપ્યુટી સી.એમ અજીત પવારના દિકરાએ સુશાંત માટે સીબીઆઇની માંગ કરી તેના પર પવારે કહ્યું કે તે અપરિપક્વ છે માટે તેના નિવેદન પર કોઇ પ્રતિક્રિયા આપવી નથી. 

શરદ પવાર પહેલા માજીદ મેમણે ફણ સુશાંતની આત્મહત્યા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે સુશાંત જ્યારે જીવતો હતો ત્યારે તે આટલો પ્રસિદ્ધ ન હતો, પરંતુ તેમની મૃત્યુ બાદ તે પ્રસિદ્ધ થઇ ગયા છે. 

માજીદે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી અને અમેરિકાના રાષ્ટ્રપતિથી પણ વધારે મહત્વ સુશાંતને આપવામાં આવી રહ્યું છે. 

થોડા સય પહેલા જ શરદ પવારના પૌત્રએ સુશાંત સિંહ રાજપૂત માટે સીબીઆઇ ઇન્કાવયરીની માંગ કરી હતી. પાર્થે કહ્યું કે આ કેસની ઉંડાઇપૂર્વક તપાસ થવી જ જોઇએ. 

(2:44 pm IST)