Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

લખનૌના બંથરા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી ત્રણ લોકોના મોતથી ખળભળાટ

સરકારી દુકાનમાંથી ખરીદવામાં આવેલા દારૂ પીવાથી થયેલા મોત પર આબકારી વિભાગ પર પ્રશ્નો ઉઠ્યા

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના બંથરા વિસ્તારમાં ઝેરીલા દારૂ પીવાથી ત્રણ લોકોના મોત નીપજી ચુક્યાં છે. તહેવારના દિવસોમાં એક જ ગામમાં ત્રણ લોકાના મોતથી હડકંપ મચ્યો છે. લોકોનું કહેવું છે કે, આબાકારી વિભાગની લાપરવાહીના કારણે દેશી દારૂના અડ્ડા પર ઝેરીલા દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યાં છે.

   બંથાના રસુલપુર લતીફ નગર ગામમાં ઝેરીલા દારૂ પીવાથી મોહમ્મદ અનીસ, રાજકુમાર અને અન્ય એકનું મોત નીપજ્યું છે. જાણવા મળ્યું છે કે, લતીફનગરના સરકારી દુકાનમાંથી આ દારૂ લેવામાં આવ્યો હતો.

 જણાવવામાં આવી રહ્યું છે કે, આ લોકોને વિંડીજ નામનો દારૂ ખરીદ્યો હતો. અને રાશન કોટેદાર નનકઉના ઘરમાં તેને પીવામાં આવ્યો હતો. પોલીસને સૂચના મળતા તુરંત જ નનકઉ અને દારૂની દુકાનના સેલ્સમેનની ધરપકડ કરી લીધી છે. સરકારી દુકાનમાંથી ખરીદવામાં આવેલા દારૂ પીવાથી થયેલા મોત પર આબકારી વિભાગ પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

(12:31 pm IST)