Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

બિહારમાં ચોથી વખત ધારાસભ્ય બનેલા મહેબુબ આલમ પાસે હજુ સુધી પોતાનું પાક્કુ ઘર પણ નથી

હરીફ ઉમેદવાર વીરેન્દ્ર કુમાર ઓઝાને 53,597 મતથી હરાવી CPI-MLના મહેબૂબ આલમ વિજેતા થયા

પટના :બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કટિહાર જિલ્લાની બલરામપુર વિધાનસભા બેઠક પર CPI-MLના ઉમેદવાર મહેબુબ આલમે જીત મેળવી છે. આ ચૂંટણીમાં મહેબુબ આલમે પોતાના વિરોધી વિકાસશીલ ઇંસાન પાર્ટીના ઉમેદવાર વીરેન્દ્ર કુમાર ઓઝાને 53,597 મતથી હરાવ્યા હતા. 4 વખત ધારાસભ્ય રહી ચુકેલા મહેબુબ આલમ પાસે અત્યાર સુધી પોતાનું પાક્કુ મકાન પણ નથી.

મહેબુબ આલમ પોતાના વિસ્તારમાં ઘણુ જાણીતુ નામ છે. જ્યારે વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ-રાજદ અને કોંગ્રેસ એક સાથે ગઠબંધનમાં લડ્યા હતા ત્યારે પણ સીપીઆઇ (એમએલ)એ ત્રણ ઉમેદવાર જીત્યા હતા જેમાં એક મહેબુબ આલમ પણ સામેલ હતા

   વર્ષ 2016માં મહેબુબ આલમ પર એક બેન્કના બ્રાંચ મેનેજરને થપ્પડ મારવાનો આરોપ પણ લાગ્યો હતો. જોકે, મહેબુબ આલમે તે સમયે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા.જોકે, બાદમાં પોલીસે કહ્યુ હતું કે ઘટનાના સીસીટીવી ફુટેજમાં થપ્પડ મારવાની પૃષ્ટી થઇ હતી. વર્ષ 2015માં મહેબુબ આલમે ભાજપના ઉમેદવાર વરૂણ કુમાર ઝાને 20 હજારથી વધુ મતથી હરાવ્યા હતા. 

4 વખતના ધારાસભ્ય પાસે પોતાનું પાક્કુ મકાન ના હોવાના સમાચાર બાદ ટ્વિટર પર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. અનીષ નામના એક યૂજરે તેની પર પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, ‘મહેબુબ આલમ સાહેબ પાસે ઇમાનની દોલત છે..જે દુનિયાની તમામ દોલતથી વધુ છે..અલ્લાહ તમને સલામત રાખે.’

રાજેશ નામના એક યૂજરે લખ્યુ કે, ‘વિશ્વાસ નથી થતો કે દેશમાં આવા નેતા હજુ પણ છે.આજમગઢના આલમ બદી આજમી યાદ આવે છે જે પોતાની સામાન્ય લાઇફ સ્ટાઇલ માટે જાણીતા હતા. અમને પોતાના સમયના આવા નેતાઓ પર ગર્વ છે. આ રીતના નેતા માત્ર મુસ્લિમ સમુદાયમાં જ નહી પણ હિન્દુઓમાં પણ છે..તેમણે સલામ છે.’ 

(12:57 pm IST)