Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ટ્વિટર ઉપર ગુરૂવારે અચાનક જ અમિતભાઈનો પ્રોફાઈલ ફોટો હટાવાયો

નવી દિલ્હી,તા.૧૩: : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું ટ્વિટર એકાઉન્ટને થોડા સમય માટે લોક કરી દેવા મુદ્દે કંપની તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રોફાઈલ તસવીર હટાવવામાં આવ્યા બાદ હવે ટ્વિટર તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે કે અજાણતા આ ભૂલ થઇ છે. ટ્વિટરના પ્રવકતાએ કહ્યું ત્રુટીના કારણે ગ્લોબલ કોપીરાઈટ પોલીસીના કારણે અસ્થાઈ રૂપે લોક કરવું પડ્યું હતું.

પ્રવકતાએ કહ્યું કે અજાણતા થયેલ ભૂલના કારણે ગ્લોબલ કોપીરાઈટ પોલીસી હેઠળ અસ્થાઈ રૂપે અકાઉન્ટને લોક કરવામાં આવ્યું હતું, જોકે નિર્ણયને તરત પલટી દેવામાં આવ્યો છે અને અકાઉન્ટ હવે સંપૂર્ણ રીતે કામ કરી રહ્યું છે.

નોંધનીય છે કે ગુરુવારે અચાનક જ અમિતભાઈ શાહની પ્રોફાઈલ તસવીર હટાવી દેવામાં આવી હતી, જે બાદ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તે ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે આ મુદ્દે ટ્વિટરે કોઈ વધારે જાણકારી આપી નથી.

જોકે મહત્વનું છે કે આ ઘટના તે જ દિવસે થઇ જયારે સરકાર તરફથી ટ્વિટર વિરુદ્ઘ નોટીસ ફટકારવામાં આવી, લેહ લદાખને જમ્મૂ કાશ્મીરનો હિસ્સો બતાવવા પર કાયદાકીય કાર્યવાહી મુદ્દે આ નોટીસ પાઠવવામાં આવી હતી.

(2:48 pm IST)