Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

બિહાર કેબિનેટ ભંગ :નીતીશકુમારે નવી સરકારની રચના પહેલા રાજ્યપાલને મળીને આપ્યુ રાજીનામું

આગામી સરકારની રચના સુધી નીતિશ કુમાર બિહારના કામચલાઉ મુખ્યમંત્રી બન્યા રહેશે

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ ફાગૂ ચૌહાણને મળીને રાજીનામું આપ્યુ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે  સાંજે કેબિનેટની બેઠકમાં વિધાનસભા ભંગ કરવાની જાહેરાત કરી છે. સાથે જ કેબિનેટના તમામ સભ્યોનો આભાર માન્યો છે. વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલને જાણકારી આપી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને મળીને તેમણે કેબિનેટ ભંગ કરવાની જાણકારી આપી છે. આ મુલાકાત દરમિયાન સીએમ નીતિશે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોપ્યુ હતું

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે જાહેરાત કરી હતી કે આગામી સરકારની રચના સુધી નીતિશ કુમાર બિહારના કામચલાઉ મુખ્યમંત્રી બન્યા રહેશે. બેઠક દરમિયાન નવી સરકારના શપથ ગ્રહણ સમારંભને લઇને પણ ચર્ચા કરી હતી

આ પહેલા શુક્રવાર સવારે એનડીએના નેતાઓની બેઠક મળી હતી, જેમાં નક્કી થયુ કે 15 નવેમ્બરે બપોરે 12:30 વાગ્યે એનડીએના ધારાસભ્યોની બેઠક મળશે. આ બેઠકમાં એનડીએના નેતાની ચૂંટણી હશે, આ પહેલા જ ઔપચારિકતાને પુરી કરવા માટે સીએમ નીતિશ અને રાજ્યપાલે શુક્રવારે સાંજે મુલાકાત કરી હતી

(8:34 pm IST)