Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

દિવાળી બાદ લગ્નસરાની સિઝન શરૂ થતાં હોટલ સહિતના બિઝનેસમાં તેજી

કોરોનાની મહામારીના બે વર્ષ બાદ નિયંત્રણો હળવા થતાં લગ્ન પ્રસંગો ધામધૂમથી માણી શકાવાની શકયતાથી લોકોમાં થનગનાટ : મોટા ભાગની હોટલ,રેસ્ટોરેન્ટ,બેન્ડ–ડીજે,ઇવેન્ટ મેનેજમેન્ટમાં કંપનીઓમાં બુકિંગ વધ્યાં

અમદાવાદ,તા. ૧૩: દિવાળી બાદ લગ્નની સિઝન શરુ થતાં હવે હોટલ,ઙ્ગબેન્ડ–ડીજે અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓના ત્યાં બુકિંગ ફુલ થઇ ગયા છે.ઙ્ગકોરોનાકાળના લીધે છેલ્લા બે વર્ષથી લોકો લગ્ન કે શુભ પ્રસંગો ધુમધામથી ઉજવી શકયા નહતા.ઙ્ગપરંતુ આ વર્ષે છુટછાટ મળી હોવાથી લગ્નની સિઝનમાં લોકો હર્ષભેર પ્રસંગો ઉજવવા માટે થનગની રહ્યા છે.ઙ્ગત્યારે હોટલ સહિતના લગ્ન સિઝનને લગતાં ધંધા રોજગારોમાં આ વખતે રોનક જોવા મળી રહી છે.ઙ્ગહોટલ અને રેસ્ટોરેન્ટનો ધંધો ખુલ્યો છે.ઙ્ગજયારે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓમાં ફેબ્રુઆરી સુધીના બુકિંગ ફુલ થયા છે.ઙ્ગઉપરાંત હોટલના રુમ પણ પેક થઇ ગયા છે.ઙ્ગજયારે બેન્ડ–ડીજે ધારકોને પણ એક મહિના સુધીના ઓર્ડર મળ્યાં છે.ઙ્ગએટલે લગ્નની સિઝન શરુ થતાં હોટલ સહિતના બિઝનેસમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.

તા.ઙ્ગ૧૫ ડિસેમ્બર સુધી હોટલના રૂમ ૭૦ ટકા પેક

હોટલના રૂમમાં થયેલા બુકિંગ અંગે ફુડ એન્ટરપ્રિન્યોર્સ એલાયન્સના કો–ફાઉન્ડર દિલીપ ઠક્કરે જણાવ્યું હતું કે,ઙ્ગબે વર્ષ બાદ લગ્નની સિઝન ખુલતાં તા.૧૫ નવેમ્બરથી આગામી તા.૧૫ ડિસેમ્બર ૨૦૨૧ સુધી તમામ હોટલોમાં બુકિંગો શરૂ થઈ ગયા છે.ઙ્ગઅગાઉ હોટલના રૂમનું ૨૦ ટકા જેટલા બુકિંગ થતું હતું,ઙ્ગહોટલ રુમનું ૬૦ થી ૭૦ ટકા બુકિંગ થવા લાગ્યું છે.ઙ્ગઉપરાંત ઠંડીમાં ફરવા આવતા એનઆરઆઇ અને જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીને લઇને વિદેશી અગ્રણીઓની અવરજવરથી પણ હોટલના બુકિંગમાં વધારો થયો છે.

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી કોઇ પ્રસંગ કરી શકયા ન હોવાથી હવે લોકો લગ્ન,ઙ્ગસગાઇ,ઙ્ગએનિવર્સરી અને બર્થ–ડે પાર્ટી જેવા શુભ પ્રસંગો કરવા બહાર નીકળી રહ્યા છે.ઙ્ગતેના લીધે હાલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓનો વેપાર ખુલ્યો છે.ઙ્ગએટલે આગામી ફેબ્રુઆરી મહિના સુધી મોટાભાગની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓમાં બુકિંગ ફુલ થઇ ગયા છે.ઙ્ગતેના પરથી કહી શકાય કે આ સિઝન સારી રહે તેવી પુરેપુરી આશા છે.ઙ્ગએમ ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ રવાણીએ જણાવ્યું હતું.

નવેમ્બર માસમાં લગ્નની સિઝન શરુ થતાં જ હવે બેન્ડ અને ડીજે ધારકોના ધંધા પણ ધમધમવા લાગ્યા છે.ઙ્ગબે વર્ષથી ધંધા રોજગાર ઠપ્પ હતાં પરંતુ હાલ લોકો લગ્ન કરવા માટે બુકિંગ કરાવી રહ્યા છે.ઙ્ગતા.૧૪ નવેમ્બર થી તા.૧૪ ડિસેમ્બર સુધી બેન્ડ–ડિજેના બુકિંગ થઇ ગયા છે.ઙ્ગદ્યણાં લોકો અંતિમ સમયે બુકિંગ કરાવી રહ્યા છે.ઙ્ગકોરોના પહેલા લોકો બે–બે મહિના પહેલા બુકિંગ કરાવતા હતા.ઙ્ગએમ અસારવા બેન્ડ એન્ડ ડીજે એસોસિએસનના સભ્ય ફિરોજ શેખે જણાવ્યું હતું.

લગ્નની સિઝન ખુલી હોવાથી હાલ બુકિંગ થઇ રહ્યા છે.ઙ્ગઅગાઉ જે ધંધો ઠપ્પ થઇ ગયો હતો.ઙ્ગતે હાલ ૭૦ ટકા જેટલો ખુલી ગયો છે.ઙ્ગતેના લીધે હાલતો હોટલ અને રેસ્ટોરેન્ટના માલિકોમાં ખુશી છે.ઙ્ગએમ હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન ગુજરાતના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાનીએ જણાવ્યું હતુ. 

(9:49 am IST)