Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

નિવેદનને લઇને વિવાદ બાદ હવે કંગનાએ કહ્યુ -તે ખોટી સાબિત થાય છે તો પદ્મ શ્રી એવોર્ડ પરત કરશે

1947માં આઝાદી માટે ક્યુ યુદ્ધ લડવામાં આવ્યુ હતુ? મને તેના વિશે કોઇ જાણકારી નથી. જો કોઇ મને તેના વિશે જાણકારી આપશે તો હું માફી તો માંગીશ જ સાથે પદ્મ શ્રી પણ પરત કરીશ.

મુંબઈ : ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આઝાદી ભીખમાં મળનારા નિવેદનને લઇને વિવાદ થયા બાદ  હવે કંગનાએ કહ્યુ છે કે તે ખોટી સાબિત થાય છે તો પદ્મ શ્રી એવોર્ડ પરત કરશે. કંગનાએ પોતાના બચાવમાં જે તર્ક આપ્યુ છે, તે ચોકાવનારૂ છે. મહત્વપૂર્ણ છે કે પદ્મ શ્રી મળ્યાના એક દિવસ બાદ જ કંગનાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. ફિલ્મ અભિનેત્રીએ કહ્યુ હતુ કે અસલી આઝાદી તો 2014માં મોદી સરકાર આવ્યા બાદ મળી છે. 1947માં મળેલી આઝાદી તો ભીખમાં મળી હતી. તે બાદ દેશભરમાં કંગનાનો વિરોધ થઇ રહ્યો છે.

હવે એક વખત ફરી કંગનાએ ભીખમાં મળેલી આઝાદીના નિવેદન પર ડિફેન્ડ કર્યુ છે. ફિલ્મ અભિનેત્રીએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીજ પર એક પુસ્તકના કેટલાક અંશ શેર કર્યા ચે. આ પુસ્તકનું નામ ‘જસ્ટ ટૂ સેટ ધ રેકોર્ડ્સ સ્ટ્રેટ’ છે. કંગનાએ લખ્યુ છે કે 1857માં આઝાદીની લડાઇ લડવામાં આવી હતી. જેમાં સુભાષ ચંદ્ર બોસ, રાની લક્ષ્મીબાઇ અને વીર સાવરકરે ભાગ લીધો હતો પરંતુ 1947માં આઝાદી માટે ક્યુ યુદ્ધ લડવામાં આવ્યુ હતુ? મને તો તેના વિશે કોઇ જાણકારી નથી. જો કોઇ મને તેના વિશે જાણકારી આપશે તો હું માફી તો માંગીશ જ સાથે પદ્મ શ્રી પણ પરત કરીશ.’

 

દેશભરમાં કંગના રનૌતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેતાઓ અને તમામ અન્ય લોકોએ કંગના રનૌતના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી છે. દિલ્હી ભાજપના નેતા પ્રવીણ શંકર કપૂરે આ વિશે ટ્વીટ કર્યુ હતુ, તેમણે લખ્યુ કે એક સ્વતંત્રતા સેનાનીનો પુત્ર હોવા અને આઝાદી માટે લડાઇ લડનારા પરિવારથી આવવાને કારણે કંગના રનૌતના નિવેદનને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનનું અપમાન માનુ છુ. હું ઇચ્છુ છુ કે ભારતીય ન્યાય વ્યવસ્થા આ મામલે ખુદને સંજ્ઞાન લે. મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે પણ કંગનાના નિવેદનને ખોટુ ગણાવ્યુ છે.

આ નિવેદન બાદ દેશભરમાં કંગનાનો વિરોધ થઇ રહ્યો છે. ઇન્દોરમાં સ્વતંત્રતા સેનાનીઓના એક ગ્રુપે કંગનાનું પૂતળુ સળગાવ્યુ હતુ. એમજી રોડ પર કરવામાં આવેલા આ વિરોધ બાદ તેમાં ભાગ લેનારા આશા ગોવિંદ ખાદીવાલાએ કહ્યુ કે કંગનાએ પોતાના નિવેદનને લઇને માફી માંગવી જોઇએ.

(7:15 pm IST)