Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ધો 10 પાસ માટે રેલવેમાં એપ્રેન્ટિસની નોકરીની તક: 1785 જગ્યા માટે બમ્પર ભરતી :ઓનલાઇન અરજી મંગાવાઈ

ભરતીમાં ભાગ લેવા માટે 15મી નવેમ્બરથી 14મી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે.

નવી દિલ્હી :રેલવેમાં હાલમાં એપ્રેનટિસની બમ્પર ભરતી ખુલી છે. દરેક ડિવિઝનમાં ધો. 10-12 પાસ માટે એપ્રેન્ટિસની નોકરીઓ બહાર પાડવામાં આવી છે. દરમિયાન અન્ય ડિવિઝનની જેમ દક્ષિણ પૂર્વ રેલવેમાં પણ એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવી છે. ધો.10 પાસ માટે કુલ 1785 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ભાગ લેવા માટે 15મી નવેમ્બરથી 14મી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે.

જગ્યા : આ નોકરી અંતર્ગત ખડગપુર વર્કશોપમાં 360, સિગ્ન અને ટેલિકોમ વર્કશોપ ખડગપુરમાં 87, ટ્રેક મશિન વર્કશોપ ખડગપુરમાં 120, એસએસઈ વર્કશોપ ખડગપુરમાં 28, કેરેડ વેગન ડેપો ખડગપુરમાં 121, ડિઝલ લોકો શેડ ખડગપુરમાં 50, ડીઈઈ ખડગપુરમાં 90, ટીઆરડી ડેપો ખડગરપુરમાં 40, ઈએમયુ શેડમાં 40, ઇલેકટ્રિક લોકો શેડ સંતરાગચીમાં 36, ચક્રધરપુરમાં 93, ઇલેક્ટ્રિક ટ્રેક્શન ડેપો ખડગપુરમાં 30 જગ્યા છે


જ્યારે કેરેજ વેગન ડેપો ખડગપુરમાં 65, ઇલેક્ટ્રિક લોકો શેડમાં 72, એન્જિનિયરીંગ વર્કશોપાં 100, ટ્રેક મશીન વર્કશોપ સિનીમાં 7, એસએસઈ વર્કશોપ ચક્રધરપુરમાં 26, ઇલેક્ટ્રિક લોકો

આ ભરતીમાં ફિટર, ટર્નર, વેલ્ડર, મિકેનિક, રેફ્રિજરેશન એન્ડ એસી મિકેનિક, ફોર્જર અને હીટ ટ્રીટર, કાર્પેન્ટર, ઇલેક્ટ્રોનિક, પેઇન્ટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ગ્રાઇન્ડર, લેબોરેટરી આસિસ્ટન્ટ, એમએમટીએમ વગેરેની ભરતી છે.

આ જગ્યાઓ માટે ઉમેદવારે મેટ્રિક/ ધો.10ની અથવા તેના સમકક્ષ (10+2 પરીક્ષા પ્રણાલી હેઠળ) પરીક્ષા પાસ કરી હોવી જોઈએ, જેમાં લાગતા વળગતા ટ્રેડમાં માન્યતા પ્રાપ્ત બોર્ડ અને આઇટીઆઇ (એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ/સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ દ્વારા આપવામાં આવેલા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ)માંથી કુલ મળીને ઓછામાં ઓછા 50 ટકા ગુણ હોવા જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારોની ઉંમર 15 વર્ષ પૂરી હોવી જોઈએ અને 1 જાન્યુઆરી, 2021માં 24 વર્ષની ઉંમર પૂરી ન થઈ હોવી જોઈએ.

આ જગ્યાઓ પર અરજી માટેની ફી તરીકે રૂ.100 લેવાય છે. જે પરત મળવા પાત્ર નથી. આરઆરસી/ઇસીઆરની સત્તાવાર વેબસાઇટ rrcecr.gov.in પર ઓનલાઇન અરજી પૂર્ણ થયા પછી પેમેન્ટ ગેટવે મારફતે ફી ચુકવણી ઓનલાઇન કરવાની રહેશે. ઉમેદવારોને ચુકવણી કરવા માટે બેંક પેમેન્ટ ગેટવે પર ડાયરેકટ કરી દેવાશે.
ઉમેદવારોએ આરઆરસીની સત્તાવાર વેબસાઇટ rrcecr.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

(9:32 pm IST)