Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

સાધ્વી ઉપર બળાત્કાર કેસમાંપૂર્વ બિશપ ફ્રેન્કો મુલક્કલને કેરળ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા : જૂન 2018 માં, જ્યારે મુલક્કલ પંજાબમાં જલંદર પંથકના વડા હતા, ત્યારે 2014 થી 2016 ની વચ્ચે 13 વખત બળાત્કાર કરવાનો આરોપ હતો


કેરળ : કેરળની એક અદાલતે શુક્રવારે જલંધર ડાયોસિઝના ભૂતપૂર્વ બિશપ, ફ્રાન્કો મુલક્કલને કેરળમાં એક સાધ્વી પર વારંવાર બળાત્કાર કરવા બદલ નિર્દોષ જાહેર કર્યા છે. અતિરિક્ત સત્ર ન્યાયાધીશ જી ગોપકુમાર કોટ્ટયમે આ ચુકાદો સંભળાવ્યો જેની રાહ જોવાઈ રહી હતી.

50 વર્ષીય સાધ્વીએ 2018માં મુલક્કલ સામે આક્ષેપો કર્યા ત્યારે માત્ર કેરળમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં કેથોલિક સંસ્થાને હચમચાવી મુકી હતી.
 

એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અગાઉ 2018 માં, સાધ્વીએ પ્રથમ વખત ચર્ચના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો, જેમાં પોપની ઓફિસનો સમાવેશ થાય છે, જેમાં મુલક્કલ સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા, જે તે સમયે વરિષ્ઠ પાદરી હતા. જો કે, તેણીને કોઈ જવાબ મળ્યો ન હતો.
 
જૂન 2018 માં, જ્યારે મુલક્કલ પંજાબમાં જલંધર પંથકના વડા હતા, ત્યારે સાધ્વીએ કોટ્ટાયમ જિલ્લા પોલીસ વડા સમક્ષ 2014 થી 2016 ની વચ્ચે મુલક્કલ પર 13 વખત બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો હતો.

ત્યારબાદ, કેસની તપાસ કરનાર વિશેષ તપાસ ટીમે ફ્રાન્કોની ધરપકડ કરી અને તેના પર કલમ 342 , 376(2)(k), 376(2)(n) (10 વર્ષથી ઓછી ન હોય તેવી સખત કેદ) હેઠળ આરોપ મૂક્યો હતો. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.
(12:44 pm IST)