Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેતઃ આઝાદ સમાજ પાર્ટીના ચીફ ચંદ્રશેખર આઝાદ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મળવા પહોંચ્યા

થોડા દિવસો પહેલા આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે દાવો કર્યો હતો કે તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સામે વિધાનસભા ચૂંટણી લડશે

લખનઉ: યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યા છે. આઝાદ સમાજ પાર્ટીના ચીફ ચંદ્રશેખર આઝાદ આજે (શુક્રવારે) સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મળવા પહોંચ્યા છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે દાવો કર્યો હતો કે તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સામે વિધાનસભા ચૂંટણી લડશે. જે સીટથી મુખ્યમંત્રી યોગી આદિત્યાનથ ઉમેદવારી ફોર્મ ભરશે, તેજ સીટ પર ચંદ્રશેખર આઝાદ તેમને પડકારશે.

જાણી લો કે પશ્ચિમ યુપીના બિજનૌર અને સહારનપુર જિલ્લામાં આઝાદ સમાજ પાર્ટીનું વર્ચસ્વ માનવામાં આવે છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આઝાદ સમાજ પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો.

માનવામાં આવી રહ્યું છે કે ચંદ્રશેખર આઝાદ આજે અખિલેશ યાદવને મળી શકે છે અને સમાજવાદી પાર્ટી અને આઝાદ સમાજ પાર્ટીના ગઠબંધન અંગે વાત કરી શકે છે. આ સિવાય તેઓ અયોધ્યાથી સીએમ યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડવા અંગે પણ અખિલેશ યાદવ સાથે વાત કરી શકે છે.

(12:50 pm IST)