Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

કેન્દ્ગીય ગૃહમંત્રાલયે જાહેર કરી ચેતવણી

અજાણી વ્યક્તિ સાથે વાત કરતાં સમયે કૉલ મર્જ ન કરશો:ખાલી થઈ શકે છે બૅન્ક અકાઉન્ટ

dir="auto">
 
નવી દિલ્હીઃ જો તમે અજાણી વ્યક્તિ સાથે ફોન પર વાત કરી રહ્યા હોવ ત્યારે કોલ મર્જ કરવાનુ ટાળજો. કારણ કે જો તમે કોલ મર્જ કરશો તો તમારુ બેંક અકાઉન્ટ ખાલી થઇ જશે. 
 
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ટ્વિટર હેન્ડલ સાયબર દોસ્ત દ્વારા ઓટીપીને લઇને ચેતાવણી જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું કે સાયબર ફ્રોડનો શિકાર થવા પર હેલ્પલાઇન નંબર 155260 પર ફરિયાદ દાખલ કરાવી શકો છે. મોબાઇલ ફોન પર અજાણી વ્યક્તિ સાથે વાત કરતી વખતે કૉલ મર્જ કરશો નહીં. આમ કરવાથી તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ શકે છે. 
 
આ દ્વારા સાયબર ગુનેગારો તમારા બેંક એકાઉન્ટને પણ એક્સેસ કરી શકે છે. સાયબર ફ્રોડના વધતા જતા મામલાઓને જોતા સરકારે ચેતવણી જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. તેથી સાવચેત રહેવાની જરૂર છે.
(1:27 pm IST)