Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

યોકોવિચના વિઝા ઓસ્ટ્રેલિયાએ બીજી વખત રદ કર્યા : હવે ત્રણ વર્ષના પ્રતિબંધની લટકતી તલવાર

કોરોના વેક્સીન લીધા વગર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા માટે પહોંચેલા યોકોવિકનો વિઝા પહેલી વખત કેન્સલ કરી ઓસ્ટ્રેલિયન સરકારે તેને રેફ્યુજી માટેની હોટલમાં શિફ્ટ કરી દીધો હતો.

નવી દિલ્હી :નંબર વન ટેનિસ પ્લેયર યોકોવિકનો વિઝા ઓસ્ટ્રેલિયન સરકારે બીજી વખત રદ કરી દીધો છે.કોરોના વેક્સીન લીધા વગર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા માટે પહોંચેલા યોકોવિકનો વિઝા પહેલી વખત કેન્સલ કરીને ઓસ્ટ્રેલિયન સરકારે તેને રેફ્યુજી માટેની હોટલમાં શિફ્ટ કરી દીધો હતો.

જોકે ઓસ્ટ્રેલિયન સરકારના નિર્ણય સામે યોકોવિચે અપીલ કરી હતી.હવે ઓસ્ટ્રેલિયાના ઈમિગ્રેશન મિનિસ્ટર એલેક્સ હોકે તેનો વિઝા ફરી રદ કરી દીધો છે.બીજી વખત વિઝા રદ થવાથી હવે યોકોવિચ પર ઓસ્ટ્રેલિયામાં ત્રણ વર્ષ માટે પ્રતિબંધની તલવાર લટકી રહી છે.

34 વર્ષિય ટેનિસ સ્ટાર જોકે હજી હાર માનવાના મૂડમાં નથી.તે આ નિર્ણય સામે વધુ એક અપીલ કરવા માંગે છે..આમ છતા તેનુ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવુ મુશ્કેલ છે.કારણકે ટુર્નામેન્ટની 17 જાન્યુઆરીથી શરુઆત થવા જઈ રહી છે.

યોકોવિક 6 જાન્યુઆરીએ મેલબોર્ન પહોંચ્યો હતો.જ્યાં તેનો વિઝા રદ કરી દેવામાં આવ્યો હતો.કારણકે યોકોવિચે વેક્સીન લીધી નહોતી.તેમાંથી છુટ મેળવવામાં પણ તે નિષ્ફળ ગયો હતો.

યોકોવિચે કોર્ટમાં અપીલ કરી ત્યારે તેને કોર્ટે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવા માટે મંજૂરી આપી હતી.આમ છતા ઈમિગ્રેશન મિનિસ્ટરે પોતાને મળેલી સત્તા હેઠળ તેને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો.

(8:49 pm IST)