Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વધશે ટેન્શન.. થશે હિંસક ટક્કરઃ અમેરિકી ગુપ્તચર રીપોર્ટમાં ભારત-પાક-ચીનને લઇ દાવો

મોદી સરકારના વડપણવાળું ભારત લશ્કરી કાર્યવાહી માટે પહેલાથી વધુ તત્પર : પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ઘ નહીં પણ ટકરાવ વધી શકે છે

વોશીંગ્ટન, તા.૧૪: અમેરિકાના ગુપ્તચર અહેવાલમાં ભારતના પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન સાથે ભારતના બદલાતા જતાં સંબંધોની આગાહી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ઘ થવાનું નથી, પરંતુ બંને દેશો વચ્ચે ટકરાવ વધશે અને તણાવ ઊભોથઈ શકે છે. આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારત પાકિસ્તાનની ઉશ્કેરણી સામે લશ્કરી કાર્યવાહી કરવા પહેલાથી વધુ તત્પર છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એલએસીમાંથી કેટલાક સૈનિકોની પાછી ખેંચી લેવા છતાં, ભારત અને ચીન વચ્ચે તણાવ હજુ પણ યથાવત્ છે.

ન્યૂઝ એજન્સી દ્વારા આ અહેવાલના અમુક અંશ બહાર પાડવામાં આવ્યા છે. તે જણાવે છે, 'બંને પરમાણુ શકિત પાડોશી દેશોમાં વધી રહેલા તણાવથી ટકરાવનું જોખમ વધી શકે છે.' કાશ્મીરમાં હિંસક અશાંતિ અને આતંકવાદી હુમલાને લીધે આવી અશાંતિ થઈ શકે છે. પાકિસ્તાન સાથેના સંબંધોના બગડવાની આગાહી એવા સમયે કરવામાં આવી છે જયારે બંને દેશો વચ્ચે સામાન્ય સંબંધોને પુનૅં સ્થાપિત કરવા માટે કેટલાક પ્રારંભિક પગલા લેવામાં આવ્યા છે.

ગુપ્તચર અહેવાલમાં ભારત અને ચીન વચ્ચે હિંસક સંદ્યર્ષનું અનુમાન પણ કરવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે, 'ભારત અને ચીન વચ્ચે સતત હિંસક ટકરાવની ઘટનાઓ શકય છે. બંને દેશોમાંએ સીમા પરથી કેટલાક સૈનિકોની પાછી ખેંચ્યા હોવા છતાં, સરહદ પર તણાવ વધુ છે. 'આ મુકાબલો માટે ચીનને દોષી ઠેરવતા કહેવાયું છે,' મે ૨૦૨૦ થી વિવાદિત સરહદ વિસ્તારોમાં ચીનની હાજરીને કારણે સૌથી ગંભીર મુકાબલો થયો છે અને આનાથી ૧૯૭૫ પછી પહેલી હિંસક અથડામણ થઈ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીના મધ્ય પછી બંને દેશો વચ્ચે અનેક તબક્કાની વાટાદ્યાટો થઈ છે અને બંને પક્ષો વિવાદિત સરહદના કેટલાક વિસ્તારોમાંથી સૈન્ય, શસ્ત્રો અને સાધનો પાછા બોલાવી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે ગત વર્ષથી એલએસીને લઈને ભારત અને ચીન વચ્ચે તણાવ છે અને ગયા વર્ષે જૂનમાં લદ્દાખની ગલવાન ખીણમાં હિંસક અથડામણ થઈ હતી જેના પછી આ વિવાદ વધુ વધ્યો હતો.

(10:11 am IST)
  • જામનગર કલેકટરની લોકોને ગંભીર અપીલ : લોકો મહેરબાની કરીને કોરોનાનો પ્રોટોકોલ અનુસરે, અન્યથા કોરોનાની ટ્રીટમેન્ટ નહિ થઈ શકે : હોસ્પિટલના ડોકટરોએ છેલ્લા 8 - 9 દિવસથી આરામ પણ નથી કર્યો : કોવિડ હોસ્પિટલની હાલત પણ ખૂબ ગંભીર બની છે access_time 11:57 pm IST

  • પશ્ચિમ બંગાળમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે ચૂંટણી પ્રચાર વર્ચુઅલ રાખવો કે કેમ : ચૂંટણી પંચે 16 એપ્રિલના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી access_time 8:28 pm IST

  • હોલમાર્ક વગરના સોના - ઝવેરાત અંગે સરકારનો મોટો નિર્ણય : 1 જૂનથી વેચી નહીં શકાય : સરકારે મંગળવારે કહ્યું છે કે તે 1 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી અને ઉત્પાદનો માટે ફરજિયાત હેલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોલ્ડ હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર છે અને હાલમાં સ્વૈચ્છિક છે. access_time 12:16 am IST