Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

બોર્ડરે ઈદની ઉજવણી : ભારત-પાકિસ્તાનના જવાનો દ્વારા મીઠાઈઓનું આદાન-પ્રદાન કરાયું

પૂંછ-રાવલકોટ ક્રોસિંગ પોઇન્ટ અને મેંધર હોટ સ્પ્રિંગ ક્રોસિંગ પોઇન્ટ પર ઈદ ઉલ ફિતરનો તહેવાર ઉજવ્યો

નવી દિલ્હી : ભારતીય સેના અને પાકિસ્તાની સેનાએ 13 મે ગુરૂવારે, જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં પૂંછ-રાવલકોટ ક્રોસિંગ પોઇન્ટ અને મેંધર હોટ સ્પ્રિંગ ક્રોસિંગ પોઇન્ટ પર ઈદ ઉલ ફિતરનો તહેવાર ઉજવ્યો હતો. બંને સેનાના પ્રતિનિધિઓ દ્વારા મીઠાઇની આપલે કરવામાં આવી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ લાંબા સમયથી યોગ્ય નથી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાથી સંબંધોમાં વધુ કડવાશ પેદા થઈ છે. આ કારણોસર, સરહદ પર ભારતીય સૈન્ય અને પાકિસ્તાન આર્મી દ્વારા ઈદ ઉલ ફિત્ર અથવા દિવાળીના પ્રસંગે કોઈ શુભેચ્છાઓ આપવામાં આવી ન હતી. જો કે, આ વર્ષે પ્રતિબંધો અને કોરોના સંક્રમણ ભય વચ્ચે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ઇદ-ઉલ-ફિત્રની રોનક છે.

આ દરમિયાન LOC પર પણ બંને દેશોના જવાનો દ્વારા એકબીજાને મીઠાઇ આપવામાં આવી અને ઈદ પર્વની ઉજવણી કરી હતી.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બંને સૈન્યના હાવભાવની પ્રશંસા કરવામાં આવી હતી અને સારી ઈચ્છાશક્તિ અને પરસ્પર વિશ્વાસને પ્રોત્સાહન આપવાની આશા છે.

તાજેતરમાં ભારત અને પાકિસ્તાને એલઓસી સહિત સરહદના અન્ય ક્ષેત્રો પર લાંબા સમયથી ચાલતા યુદ્ધવિરામના ભંગને રોકવા માટે સંમતિ દર્શાવી હતી. આ કાર્ય ને સમાન સંદર્ભમાં એક સકારાત્મક બદલાવ તરીકે જોવામાં આવી રહ્યું છે. બંને દેશોના ડિરેક્ટર જનરલ્સ ઓફ મિલિટ્રી વચ્ચેની વાતચીતમાં સરહદ પર યુદ્ધવિરામના ભંગને રોકવા માટે આ કરાર થયો હતો.ભારત અને પાકિસ્તાન બંનેએ જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં યુદ્ધવિરામ કરારનું કડક પાલન કરવા જણાવ્યું હતું. આ સંમતિ 24-25 ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી અમલમાં છે.

ગયા વર્ષે મે મહિનામાં ઈદ દરમિયાન બંને દેશો વચ્ચેની તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અધિકારીઓ દ્વારા પાકિસ્તાન સાથે મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું ન હતું અને એલઓસી પર ઈદની ઉજવણી કરવામાં આવી ન હતી. ભારતીય સેના પાડોશી દેશ પાકિસ્તાન સાથે પણ ખુશીઓ વહેંચવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પાછલા વર્ષોના તહેવારોમાં ખૂબ ખટાશ જોવા મળી હતી

(12:00 am IST)