Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી ભારતે કોરોના સામે લડવા રેકોર્ડ બ્રેક ૧.૮ અબજ ડોલરની લૉન લીધી હતી : બેન્ક હજુ વધુ રકમ આપવા તૈયાર : ખાનગી ન્યુઝ ચેનલનો અહેવાલ

એશિયન ડેવલપમેન્ટ બેંકે શુક્રવારે કહ્યું કે તેણે ૨૦૨૦માં ૧૩ પ્રોજેક્ટ માટે ભારતને વિક્રમ સ્વરૂપની ૩.૯૨ અબજ ડોલરની લોન આપવાની મંજૂરી આપી, જેમાં કોવિડ-19 રોગચાળાને રોકવા અને અટકાવવા સંબંધિત પ્રોજેક્ટ્સ માટેના ૧.૮ અબજ ડોલરની લોનનો સમાવેશ થાય છે તેમ ન્યુઝ ચેનલ GSTV નો અહેવાલ જણાવે છે.


સવાલ એ થઈ રહ્યો છે કે કોરોના રોકવા ભારત સરકારે  આ બેંક પાસેથી  ૧.૮ અબજ ડોલરની લોન લીધી હોય તો તેનો ઉપયોગ શુ થયો..

મનિલા સ્થિત બહુપક્ષીય એજન્સીને ટાંકીને જીએસટીવીએ પ્રસિદ્ધ કર્યું છે કે ભારતમાં રોગચાળો ફેલાતો રોકવા, ગરીબ અને અન્ય નબળા વર્ગને રાહત આપવા માટે તેમણે સામાજિક સુરક્ષાનાં પગલાં માટે ઇમર્જન્સી મદદ પૂરી પાડી છે.

એડીબી એ કહ્યું કે ૧૯૮૬માં તેનાં દ્વારા ધિરાણ આપવાની શરૂઆત થઈ ત્યારથી ભારત માટે તેની અત્યાર સુધીની આ સૌથી મોટી વાર્ષિક લોન છે.

ભારતમાં એડીબી ના કન્ટ્રી ડિરેક્ટર, ટાકિયો કોનિશીએ કહ્યું કે, “આગળ પણ, એડીબી ભારતને કોવિડ -19 સંબંધિત પડકારોનો સામનો કરવા માટે વધારાના સંસાધનો આપવા માટે તૈયાર છે, જેમાં દેશના રસીકરણ પ્રોગ્રામને વેગ આપવા અને ભાવિ જોખમોનો સામનો કરવા માટે આરોગ્ય સિસ્ટમ્સની સ્થાપના, નાના વેપારીઓની આર્થિક સુરક્ષા માટે મદદ અને શિક્ષણ તથા સામાજિક સંરક્ષણનો સમાવેશ થાય છે. એડીબી એ જણાવ્યું કે તેણે ૨૦૨૦ દરમિયાન ભારતમાં ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને જાહેર ક્ષેત્રના સંચાલન માટે નિયમિત મદદ ચાલુ રાખી છે.

(10:19 pm IST)