Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

‘અચ્‍છે દિન'નું સૂત્ર હવે ભુલાઇ ગયું : એનસીપી

મુંબઇ,તા.૧૪: ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ‘અચ્‍છે દિન'(સારા દિવસો)ના નારા લગાવ્‍યા હતા. એપ્રિલમાં છૂટક ફુગાવો આઠ વર્ષની ટોચે ૭.૭૯ ટકા પર પહોંચતા એનસીપીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તેના ‘અચ્‍છે દિન' ચૂંટણી સૂત્રને હવે એ લોકોએ અભરાઇ પર ચઢાવી દીધું છે. એનસીપીના પ્રવક્‍તા ક્‍લાઇડ ક્રાસ્‍ટોએ કટાક્ષમાં કહ્યું હતું કે હવે એ જોવાનું રહેશે કે તેના માટે કોને દોષી ઠેરવવામાં આવશે અને આ ‘નિષ્‍ફળતા'છુપાવવા માટે નવું શું લાવવામાં આવશે.ભારતનો ફુગાવો એપ્રિલમાં વધીને ૭.૭૯% ની ૮ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્‍યો છે. જે રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા દ્વારા લક્ષિત દર ૪% છે તેના કરતાં લગભગ બમણો છે, એમ ક્રાસ્‍ટોએ ટ્‍વીટ કર્યું હતું.

 

(10:32 am IST)