Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સેન્ટ્રલ બોર્ડ ઓફ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નોન ઓફિસિયલ ડાયરેક્ટર તરીકે ઝાયડસના પંકજ પટેલ તથા રવિન્દ્ર ધોળકિયા, આનંદ મહેન્દ્ર અને વેણુ શ્રીનિવાસનની વરણી નિમણૂક

કેન્દ્રની મોદી સરકારે દેશના ચાર મહાનુભાવોને સેન્ટ્રલ બોર્ડ ઓફ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પાર્ટ ટાઈમ નોન ઓફિસિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂકોમાં ઝાયડસ ગ્રુપના શ્રી પંકજ પટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના શ્રી આનંદ મહિન્દ્રા, પૂર્વ આઇઆઇએમના ડાયરેકટર રવિન્દ્ર એચ. ધોળકિયા તથા ટીવીએસ ગ્રુપના શ્રી વેણુ શ્રીનિવાસનનો સમાવેશ થાય છે. *ન્યૂઝફર્સ્ટ

(10:55 am IST)