Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જાદુગરની કમાલ : મધ્યપ્રદેશમાં બળાત્કારના કેસમાં દસ વર્ષથી ફરાર આરોપી જાદુગર નીકળ્યો : પોલીસે આરોપી પર દસ હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું : પોલીસ તેને પકડવા ગઈ ત્યારે જાદુનો શો ચાલી રહ્યો હતો : એક કલાકનો શો પૂરો થયા પછી સ્ટેજ પરથી ઉતરતાની સાથે જ પોલીસે દબોચી લીધો

 

પટના : મધ્યપ્રદેશના ખંડવામાં બળાત્કારના કેસમાં દસ વર્ષથી ફરાર આરોપીની જવર પોલીસે બિહારમાંથી ધરપકડ કરી છે. એસપી વિવેક સિંહે આરોપીઓ પર દસ હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. તેની પટનાથી ધરપકડ કરવામાં આવી છે.ખાસ વાત એ છે કે બળાત્કારના આરોપમાં જામીન પર છૂટ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો અને ફેરારી દરમિયાન તેણે જાદુગર સાથે કામ કરવાનું શરૂ કર્યું અને મેલીવિદ્યા શીખી લીધી.

પોલીસ તેને પકડવા ગઈ ત્યારે જાદુનો શો ચાલી રહ્યો હતો. પોલીસકર્મીઓએ એક કલાક સુધી તેનો શો જોયો. સ્ટેજ પરથી ઉતરતાની સાથે જ પોલીસે તેને પકડી લીધો. આરોપી પર દસ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:44 pm IST)