Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજયસભા ચૂંટણી પછી મહારાષ્‍ટ્રના મહા વિકાસ અધાડીમાં ડખો : એનસીપીથી નારાજ છે શિવસેના

નવી દિલ્‍હી :  મહારાષ્‍ટ્રની શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનવાળી મહાવિકાસ અધાડી સરકાર છેલ્લા અઢી વરસથી જે આપસી વિશ્વાસ પર ઉભી છે અથવા ઉભા હોવાનો દેખાવ કરી રહી છે તેમાં હાલની રાજયસભા ચૂંટણીઓએ અવિશ્વાસનુ બીજ રોપી દીધું છે. શિવસેનાની અંદર એવી ચર્ચા છે કે રાજય સભા ચૂંટણીમાં એનસીપીએ બીજેપી સાથે મળીને તેના ઉમેદવાર સંજય પવારને હરાવ્‍યા છે.

(4:18 pm IST)