Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ભારતે રશિયામાંથી ઓઈલની આયાત મોટાપાયે વધારી દીધી: યુરોપિયન દેશોએ આયાત બંધ કરી તેની ખોટ સરભર કરી દીધી

નવી દિલ્હી : ઓઇલની ભારે તંગી વચ્ચે, ભારત હવે  રશિયન ક્રૂડ ઓઈલની કુલ નિકાસમાંથી ૧૮% પોતાનું ઓઇલ ખરીદે છે. અત્યારે સૌથી મોટી ખરીદી જામનગર રિફાઇનરી કરી રહી છે, જેને પોતાની કૂલ ખરીદીમાંથી રશિયા પાસેથી ૨૭% તેલ મેળવ્યું છે. આમ રશિયા હવે સાઉદી અરેબિયા અને યુએઈ જેવા અન્ય મોટા ઉત્પાદકોને એકકોર કરીને ભારત માટે તેલનો બીજો સૌથી મોટો સપ્લાયર બન્યો છે. યુરોપિયન દેશોએ રશિયામાંથી ૧૮% ઓઈલની આયાત બંધ કરી તે ભારતે વધુ આયાત કરીને પૂરી કરી દીધી છે, જેથી હવે  રશિયાની તેલ નિકાસમાં કોઈ મોટો માર પડ્યો નથી.

(10:14 pm IST)