Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

હજુ પણ કેટલાંક લોકો માસ્‍ક કેમ નથી પહેરતા?

માસ્‍ક નહીં પહેરવા પાછળનું પ્રથમ કારણ લોકો શ્વાસ લેવામાં તકલીફ હોવાનું જણાવે છે : સર્વેમાં જાણવા મળ્‍યા ત્રણ કારણો

નવી દિલ્‍હી,તા. ૧૪:  દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ચર્ચા છે. ફરી એકવખત કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે માસ્‍ક પહેરવું, સોશિયલ ડિસ્‍ટન્‍સિંગનું પાલન કરવું અને સેનેટાઈઝેશન જરૂરી છે. તેમ છતાં લોકો કેમ માસ્‍ક પહેરવાની ના પાડે છે તેનું કારણ કેન્‍દ્રિય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયને એક સર્વેમાં જાણવા મળ્‍યું છે.

માસ્‍ક નહીં પહેરવા પાછળનું પ્રથમ કારણ લોકો શ્વાસ લેવામાં તકલીફ હોવાનું જણાવે છે. આ સર્વેમાં સામેલ લોકોએ કહ્યું કે માસ્‍ક પહેર્યા બાદ તેઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ કારણે તેઓ માસ્‍ક પહેરતા નથી.

માસ્‍ક નહીં પહેરવાનું કારણ જણાવતા લોકો કહે છે કે માસ્‍ક પહેરવું તેમના માટે અનકમ્‍ફર્ટેબલ છે. એટલે કે માસ્‍ક પહેરવું તેઓ માટે આરામદાયક નથી. માસ્‍ક પહેર્યા બાદ તેઓ આરામદાયક અનુભવ નથી કરતા. માસ્‍ક પહેરવું તેમના માટે અસહજ છે.

કેટલાંક લોકો એવું કહે છે કે માસ્‍ક પહેરવાની અમને જરૂરિયાત લાગતી નથી માટે અમે માસ્‍ક પહેરતા નથી. તેઓ એવું કહે છે કે અમે સોશિયલ ડિસ્‍ટન્‍સિંગનું પાલન કરતા હોવાથી માસ્‍ક પહેરતા નથી.

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે જણાવ્‍યું કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરની ચેતવણીને લઈને લોકો ગંભીરતા નથી. મંત્રાલય વારંવાર કહે છે કે જો કોરોના પ્રોટોકોલનું પાલન થયું નહીં તો ત્રીજી લહેર આવી શકે છે. સરકાર ચિંતિત છે કારણકે કોરોના સંબંધિત નિયમોમાં છૂટછાટ મળતા માર્કેટ્‍સ અને હિલ સ્‍ટેશન પર લોકોની ભીડ જોવા મળી રહી છે. અહીં લોકો સોશિયલ ડિસ્‍ટન્‍સનું પાલન કરતા નથી અને માસ્‍ક વિના જોવા મળી રહ્યા છે.

 

(10:20 am IST)