Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

વિશ્વમાં ગયા વર્ષે ૮૧ કરોડ લોકો કુપોષણનો શિકાર બન્યા

સંયુકત રાષ્ટ્રની અનેક એજન્સીઓ દ્વારા વિશ્વભરમાં ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિ અંગેનો રિપોર્ટ જાહેર કરાયો

નવી દિલ્હી તા. ૧૪ : વિશ્વભરમાં મહામારીના કારણે ભૂખમરાની સ્થિતિ વર્ષ ૨૦૨૦માં ખુબજ ખરાબ સ્થિતિ જોવા મળી છે. સંયુકત રાષ્ટ્રના સંશોધન મુજબ, ભૂખમરો અને કુપોષણના શિકાર લોકોની સંખ્યા ૧૮ ટકા થી વધીને અંદાજે ૮૧ કરોડ થઇ ગઈ છે. જે વર્ષ ૨૦૧૯ની સરખામણીએ ૧૧.૮ કરોડ વધુ છે. વિશ્વની ૯.૯ ટકા વસ્તી કુપોષણનો શિકાર જોવા મળી. જયારે વર્ષ ૨૦૧૯માં આ આંકડો ૮.૪ ટકા હતો. વિશ્વભરમાં ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિ અંગેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભૂખમરાનો ભોગ બનેલા લોકોની સંખ્યામાં ભારે વધારાના કારણે કોરોના સંક્રમણ ઉપરાંત હિંસક સંઘર્ષ અને જળવાયું પરિવર્તનનું પણ યોગદાન છે.

સંયુકત રાષ્ટ્રની એજેન્સી વિશ્વ ખાદ્ય કાર્યક્રમ તેમજ ખાદ્ય તેમજ કૃષિ સંગઠન, આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ કોષ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને સંયુકત રાષ્ટ્ર બાલ કોષે સંયુકત રૂપથી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વિશ્વભરમાં કુપોષણનો ભોગ બનેલા અડધાથી વધુ લોકો એશિયામાં રહે છે. એક તૃતીયાંશથી વધુ આફ્રિકામાં રહે છે.ઙ્ગ

મહામારીએ ખાદ્ય પ્રણાલીની ખામીઓએ ઉજાગર કર્યા છે. જેના કારણે વિશ્વભરના લોકોના જીવન અને આજીવિકાઓ માટે જોખમ ઉભું થયું છે. વિશ્વભરની પ્રજનન સક્ષમ એક તિહાઈ મહિલાઓ એનિમિયાના શિકાર મળ્યા. બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ ખુબજ પ્રભાવિત થયાઙ્ગ છે. ૨૦૨૦માં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧૪ કરોડ ૯૦ લાખ બાળકો દુર્બળતા અને ૩.૯ કરોડ બાળકો મેદસ્વીતાના શિકાર હતા.

(12:41 pm IST)