Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જાણો બનારસ હિંદુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શું કહે છે

કયારે આવશે કોરોનાની ત્રીજી લહેર અને કેટલી ઘાતક ??

વારાણસી તા. ૧૪ : કોરોનાની ત્રીજી લહેરની શકયતા અને કેરળ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં વધી રહેલા કેસો વચ્ચે એક રાહતના સમાચાર એશીયાની સૌથી મોટી આવાસીય બનારસ હિન્દુ યુનિવર્સિટીના જંતુ વિભાગના વૈજ્ઞાનિકો તરફથી આવ્યા છે. તેના અનુસાર કોરોનાથી ત્રીજી લહેર હજુ ઓછામાં ઓછા ત્રણ મહિના પછી જ આવશે અને આ લહેરને રોકવામાં રસીકરણ મદદરૂપ બનશે કેમકે રસી મુકાવી ચૂકેલ અને કોરોનામાંથી રસીકરણ મદદરૂપ બનશે કેમકે રસી મુકાવી ચૂકેલ અને કોરોનામાંથી સાજા થયેલ લોકો એક ખાસ પ્રોટેકટીવ ગ્રુપમાં સુરક્ષિત રહેશે. પહેલી અને બીજી લહેરને જોતા ત્રીજી લહેરમાં પણ બાળકો સુરક્ષિત હશે. કોરોનાની પહેલી લહેરથી જ આ નવી વાયરસ જન્ય બિમારી પર સુક્ષ્મતાપૂર્વક અભ્યાસ કરનાર બીએચયુના જંતુ વિજ્ઞાનના જીન વૈજ્ઞાનિક પ્રો. જ્ઞાનેશ્વર ચૌબેએ કોરોનાની ત્રીજી લહેર હજુ ત્રણ મહિના સુધી દૂર રહેવાની માહિતી આપવાની સાથે જ એ ખુશખબર પણ આપ્યા છે કે તે એટલી ઘાતક નહીં હોય.

તેમણે જણાવ્યું કે, અત્યારે કેરળ અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં જ કેસ વધી રહ્યા છે પણ યુપી જેવા મોટા રાજ્યમાં રોજના ૧૦-૨૦ કેસ જ આવે છે તે મોટી વાત છે. કેરળના લોકોમાં સીરો પોઝીટીવીટી ૪૦ ટકા જ ડેવલપ થઇ હતી જ્યારે યુપીમાં ૭૦ ટકા લોકોમાં ડેવલપ થઇ ચૂકી હતી.

કેરળમાં એક મહિના પછી કેસ ઘટવા લાગશે અને તે પણ યુપી જેવું થઇ જશે. ત્રીજી લહેર હમણાં તો નહીં આવે પણ દર ત્રણ મહિને એન્ટીબોડીનું લેવલ ઘટી જાય છે તે હિસાબે આગામી ત્રણ મહિનામાં એન્ટીબોડીનું લેવલ ઘટી જશે તો ત્રીજી લહેર આવી શકે છે. પણ અત્યારે ચાલી રહેલું રસીકરણ અભિયાન અલગથી કોરોના સામે લડવામાં મદદ કરશે અને આપણી ઇમ્યુનિટી ૭૦ ટકાથી વધારે રહેવા પર તે વિસ્તાર અથવા ગ્રુપમાં કોરોનાની અસર ઓછી રહેશે અને ધીમે ધીમે વાયરસની ફ્રીકવન્સી ઘટવા લાગશે જે આપણને જોવા મળશે.

(11:38 am IST)