Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મુંબઈના આતંકી હુમલામાં બચેલી પ્રત્યક્ષદર્શી દેવિકાએ હાઈકોર્ટ સમક્ષ લગાવી મદદની ગુહાર

ભાડુ ચૂકવવામાં અસમર્થતાના કારણે તે બેઘર છે : કોર્ટે ગરીબ વર્ગ યોજના અંતર્ગત ઘર અને ઉચ્ચ શિક્ષણ અપાવવા આદેશ કર્યો

મુંબઈ : બૉમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને 26/11 આતંકી હુમલામાં બચેલી સૌથી નાની પ્રત્યક્ષદર્શી દેવિકા રોતવાનને આર્થિક રીતેથી ગરીબ વર્ગ યોજના અંતર્ગત ઘર અને ઉચ્ચ શિક્ષણ આપવા માટે વિચાર કરવા કહ્યું છે.જસ્ટિસ નિતિન જામદાર અને જસ્ટિસ મિલિંદ જાધવની ખંડપીઠે રજિસ્ટ્રીને નિર્દેશ આપ્યો કે રોતવાનની અરજીની એક પ્રિન્ટ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને આપવામાં આવે.

આ વર્ષે ઓગસ્ટમાં દાખલ પોતાની અરજીમાં 21 વર્ષીય રોતવાને કહ્યું કે, તે અને તેના પરિજન ઘણા અભાવમાં જીવી રહ્યા છે. ભાડુ ચૂકવવામાં અસમર્થતાના કારણે તે બેઘર છે. અરજી પર કરૂણાશીલતાના આધારે વિચાર કરવામાં આવે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બર 2008એ જ્યારે આતંકી હુમલો થયો ત્યારે તે 9 વર્ષની હતી અને તે સમયે તે પોતાના પિતા અને ભાઈ સાથે સીએસટી પર હતી. ત્યારે તેના પગમાં આતંકીની ગોળી વાગતા ઘાયલ થઈ ગઈ હતી. તે હુમલામાં તેના પિતા અને ભાઈ પણ ઘાયલ થયા હતા અને ત્યાર બાદ બીમારીઓના કારણે તે રોજીરોટી કમાવવામાં અસમર્થ છે

(12:27 pm IST)