Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પોલેન્ડમાં બીજા વિશ્વ યુદ્ધના સમયનો બોમ્બ હવે ફૂટ્યો

વજન લગભગ 5,400 કિલો હતું, જેમાં 2,400 કિલો વિસ્ફોટકો ભરેલા હતા : નહેરમાં થયેલા આ વિસ્ફોટથી કોઈ નુકસાન નથી: 750 થી વધુ લોકોને સ્થળાંતર કરાયા

પોલેન્ડમાં બીજા વિશ્વ યુદ્ધના સમયનો બોમ્બ હવે ફૂટ્યો હતો. જ્યારે નૌકાદળના ગોતાખોર આ બોંબને ડીફ્યુઝ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. જો કે નહેરમાં થયેલા આ વિસ્ફોટથી કોઈને નુકસાન થયું નથી. બોમ્બ મળી આવતાં સ્વિઉજસ્કી શહેરની બહારની નહેર નજીકના વિસ્તારમાંથી 750 થી વધુ લોકોને સ્થળાંતર કરાયા હતા. તેથી કોઈને ઈજા પણ થઈ નથી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનની રોયલ એરફોર્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ટોલબોય બોમ્બ અહીં મળી આવ્યા હતા. તેનું વજન લગભગ 5,400 કિલો હતું, જેમાં 2,400 કિલો વિસ્ફોટકો ભરેલા હતા.

8 મી કોસ્ટલ ડિફેન્સ ફ્લોટિલાના પ્રવક્તા, સેકન્ડ-લેફ્ટનન્ટ ગ્રેજગોરજ લવાન્ડોવસ્કીએ કહ્યું કે કોઈ પણ પ્રકારનો ખતરો ન હતો. બધા ગોતાખોરો જોખમી ક્ષેત્રની બહાર હતા. લિક્વિફાઇડ નેચરલ ગેસ ટર્મિનલ છે, પરંતુ શહેરના મેયરના પ્રવક્તાએ જણાવ્યું છે કે લોકો ઘાયલ થયા છે અને ઘણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. પાઈસ્ટ નહેર બાલ્ટિક સમુદ્રને જર્મની સાથે પોલેન્ડની સરહદ પર ઓડર નદી સાથે જોડે છે. આરએએફ દ્વારા 1945માં જર્મન ક્રુઝર લૂટઝો પરના હુમલામાં બોમ્બ ફેંકી દેવામાં આવ્યા હતા.

(9:16 pm IST)