Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

દિવાળીએ મોટી ખુશખબર: રશિયાની કોરોના વેક્સીન Sputnik-V ની પ્રથમ ખેપ ભારત પહોંચી

ફાર્મા કંપની ડૉ રેડ્ડીઝ લેબોરેટરી દેશમાં વૅક્સીનના બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરશે

વિશ્વભરના લોકો જીવલેણ કોરોના વાઈરસના ખાત્મા માટે વૅક્સીનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ દરમિયાન કોરોના વૅક્સીનને લઈને એક મોટી ખુશખબરી સામે આવી છે.

વિશ્વની પ્રથમ કોરોના વૅક્સીન શિયાની સ્પૂતનિક-વી ની પ્રથમ ખેપ ભારત પહોંચી ચૂકી છે. ભારતની દિગ્ગજ ફાર્મા કંપની ડૉ રેડ્ડીઝ લેબોરેટરી દેશમાં વૅક્સીનના બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરશે.

અગાઉ 4 સપ્ટેમ્બરે વિશ્વના મુખ્ય મેડિકલ જનરલ “ધી લેસેન્ટ” એ વૅક્સીનના પ્રથમ અને બીજા તબક્કાના ક્લીનિકલ ટ્રાયલના પરિણામો પર એક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યો હતો. જેમાં જણાવ્યા મુજબ, આ વૅક્સીનેશનની કોઈ ગંભીર આડઅસર નથી જોવા મળી. આ સિવાય તેનાથી અસરકારક રોગ પ્રતિકાર પ્રતિક્રિયા જોવા મળી છે

વિશ્વભરમાં 50થી વધુ દેશોમાં ‘Sputnik V’ વૅક્સીનના 1.2 અબજથી વધારે ડોઝ માટે ભલામણ કરવામાં આવી છે. વૈશ્વિક બજાર માટે વૅક્સીનના સપ્લાય ભારત, બ્રાઝીલ, ચીન, દક્ષિણ કોરિયા અને અન્ય દેશોમાં RDIFના આંતરરાષ્ટ્રીય ભાગીદારો દ્વરા ઉત્પાદિત કરવામાં આવશે,

અગાઉ ઓક્ટોબરમાં ડૉ રેડ્ડીઝ અને રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડે ભારતમાં ડ્રગ્સ કંટ્રેલર જનરલ પાસેથી ‘Sputnik V’ના બીજા અને ત્રીજા તબક્કાના હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મેળવી હતી

(10:25 am IST)