Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અપશુકનથી બચવા માટી અને વાંસની હટડી : જૈસાણમાં પળાતી અનોખી પરંપરા

ખાસ કરીને મિરાસી મંગણયાર પરિવારો આવી હટડીનું નિર્માણ કરે છે બદલામાં તેઓને ગોળ, નારીયેળ, ચુંદડી જેવી વસ્તુઓ અપાય છે

જેસલમેર : દિપાવલી પર્વે ઘરે ઘરે દિવડા પ્રગટાવવાની વાત તો સમજયા, પરંતુ રાજસસ્થાનના જૈસાણ પંથકમાં માટી અને વાંસના લાકડામાંથી તૈયાર થતી હટડીનું અનેરૂ મહત્વ છે. અપશુકનથી બચવા અહીં દીવાળીના પર્વે ઘરે ઘરે આવી હટડી મુકવામાં આવે છે. મિરાસી મંગણયાર પરિવારો આવી કૃત્રિત હટડીનું નિર્માણ કરે છે. માત્ર દિવાળી જ નહીં વિવાહ મહોત્સવ, પુત્ર જન્મ જેવા શુભ અવસરો પર પણ આવી હટડી મુકવામાં આવે છે. હટડી બનાવી આપનારને બદલામાં ગોળ, નારીયેળ, ચુંદડી જેવી વસ્તુઓ શકિત પ્રમાણે અર્પણ કરવામાં આવતી હોય છે.

(2:47 pm IST)