Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

આવનારો સમય કહેશે કે હું પ્રમુખ છું કે નહીં: ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઇ જતાં ટ્રમ્પનો હુંકાર

વ્હાઇટ હાઉસ છોડવા તૈયાર જણાતા નથી

વોશિંગ્ટન, તા.૧૪: અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં પોતે હારી ગયા છે એ હકીકત આંકડાઓ દ્વારા સ્પષ્ટ થઇ ગયા પછી પણ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડવા તૈયાર નથી. એમણે કહ્યું હતું કે હું પ્રમુખ છું કે નહીં એ આવનારો સમય કહેશે.

ટ્રમ્પનું આ વિધાન ખૂબ સૂચક છે. પરિણામો આવવાના શરૂ થયા એ જ દ્યડીથી ટ્રમ્પ અને એમના પ્રચાર અધિકારીઓ એવી કાગારોળ મચાવી રહ્યા હતા કે મતગણતરીમાં મોટે પાયે ગોલમાલ થઇ રહી હતી. ટ્રમ્પ આવું સહેલાઇથી કહી શકે એમ હતા કારણ કે આ વખતે કોરોનાના કારણે હજારો મતદારો દ્યરની બહાર નીકળ્યા નહોતા. કરોડો મત ટપાલ દ્વારા આવ્યા હતા.

એ સંજોગોનો લાભ લઇને ટ્રમ્પ સતત એવો આક્ષેપ કરતા રહ્યા હતા કે ટપાલથી આવેલા મતોની બાબતમાં વ્યાપકપણે ગોટાળો અને ગોલમાલ થઇ હતી. આ બહાનું ટ્રમ્પ અને એમના પ્રચાર અધિકારીઓને ફાવતું થઇ પડ્યું હતું. પોલિટિકલ નિરીક્ષકો કહે છે કે ટ્રમ્પે પોતાના પ્રમુખપદ દરમિયાન એટલા બધાં ખોટાં કામ કર્યા હતા કે એમને હવે ડર લાગે છે કે હું વ્હાઇટ હાઉસની બહાર નીકળીશ એ સાથે મને જેલમાં ધકેલી દેવામાં આવશે. આ જ કારણે એ વ્હાઇટ હાઉસ છોડવા તૈયાર નથી. એમના પુત્રો પણ એમને આ બાબતમાં સાથ આપી રહ્યા હતા.

(3:01 pm IST)