Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

બિહારથી બોધપાઠ લીધો : અખિલેશ યાદવની મોટી જાહેરાત : નાના પક્ષો સાથે હાથ મિલાવશે પણ કોંગ્રેસ સાથે ગઠબંધન નહિ

કાકા શિવપાલ માટે ઇટાવાની જસવંતનગરની બેઠક છોડી :બિહારમાં મહાગઠબંધનને બેઇમાનીથી હરાવ્યા : લોકતંત્રમાં આટલો મોટ દગો કોઇની સાથે થયો નહીં હોય

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બિહારથી બોધપાઠ લઇને મોટી જાહેરાત કરી છે અખિલેશ યાદવે એલાન કર્યું કે સમાજવાદી પાર્ટી (સપા) 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં નાના પક્ષોને સાથે મિલાવશે, પણ કોઇ મોટા પક્ષ સાથે ગઠબંધન નહીં બનાવે.

  કાકા  શિવપાલ યાદવ સાથે બધા મતભેદો ભૂલી તેમની સાથે હાથ મિલાવી લીધા છે. અખિલેશ શિવપાલ માટે ઇટાવાની જસવંતનગરની બેઠક છોડી દીધી છે. સાથે કહ્યું કે જો સપા ચૂંટણી જીતશે તો પોતાની સરકારમાં કાકા શિવપાલને કેબિનેટમંત્રી બનાવશે. ઉપરાંત તેમના પક્ષને એડજસ્ટ કરવા અંગે પણ વિચાર કરાશે

સપા પ્રમુખ અખિલેશ યાદવે રાજ્ય-દેશભરના નાગરિકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. અત્રે સિવિલ લાઇન નિવાસે પત્રકાર પરિષદમાં દરમિયાન સેંકડોની સંખ્યામાં વિવિધ પક્ષોના નેતાઓએ સપાનું સભ્યપદ સ્વીકાર્યું હતું.

બસપના ત્રણ પૂર્વ જિલ્લા અધ્યક્ષ લાખન સિંહ જાટવ, જિતેન્દ્ર દોહરે, રાઘવેન્દ્ર ગૌતમ, બસપની ભાઇચારા કમિટિના પૂર્વ વિધાનસભા પ્રભારી વીરુ ભદૌરિયા, કોંગ્રેસના પૂર્વ જિલ્લા અધ્યક્ષ કીરત સિંહ પાલ, ડોબેરી નેતા સર્વેશ ગૌતમ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે

બિહારમાં જે રીતના પરિણામ આવ્યા છે, તે પછી પક્ષની રણનીતિ શું હશે? સપાના એક કાર્યકર્તાએ તેવું પુછતા અખિલેશ યાદવે જણાવ્યું કે  અત્યારે અમે રણનીતિ અંગે ખુલાસો કરી ના શકીએ. નહીંતર તેમને માહિતી મળી જશે. કારણ કે લોકતંત્રમાં આટલો મોટ દગો કોઇની સાથે થયો નહીં હોય, જેટલો ભાજપે ત્યાંના લોકો સાથે કર્યો છે. મહાગઠબંધનને બેઇમાનીથી હરાવ્યા છે.

યુપીમાં તાજેતરની પેટા ચૂંટણીમાં સપાના પ્રદર્શન અંગે અખિલેશે કહ્યું કે જ્યારે ચૂંટણી ડીએમ, એસપી, સીઓ અને કોન્સ્ટેબલો લડે તો કોણ જીતશે? ચૂંટણી ભાજપ નહીં તેની સરકારના તમામ અધિકારીઓ લડી રહ્યા છે. 2022ની ચૂંટણીમાં સપા વિકાસના કામો અને ભાજપ સરકારના ભ્રષ્ટાચારના મુદ્દાઓને પ્રજા સમક્ષ લઇ જશે

અખિલેશ યાદવે કહ્યું કે સપા સરકારે ઇટાવામાં શ્રેષ્ઠ સફારી, ઇટાવા-મેનપુરી હાઇવે, યમુના નદી પર પુલો બંધાવ્યા છે. ઇટાવામાં એસ્ટ્રોટર્ફ સ્ટેડિયમનું નિર્માણ પણ કરાવ્યું. ઉપરાંત આધુનિક જેલ પણ સપાએ બંધાવી છે. Akhilesh Yadav announced news

ઇટાવાનો વિકાસ માત્ર સપાએ જ કર્યો. ખેલાડીઓની કુશળતા બહાર લાવવાનું કામ તેમને યશ ભારતી સન્માન આપીને કર્યું. ઇટાવાનો ઇતિહાસ પણ સ્વતંત્રતા સાથે જોડાયેલો છે. ડીએમ નિવાસ એક સમયે અંગ્રેજ ડીએમ એઓ હ્યુમનું હતું. હવે સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો ડીએમ નિવાસને મ્યુઝિયમ બનાવી દેવાશે.

અખિલેશ યાદવે સીએમ યોગીને ટોણો મારતા કહ્યું કે આપણા મુખ્યમંત્રીને ખબર જ નથી અને બુંદેલખંડ એક્સપ્રેસને આપણા ઇટાવા ઘર સાથે જોડી દીધું. તેમણે કહ્યું કે વિકાસની સાથે અન્યાય, ભ્રષ્ટાચારને લોકો સામે લઇ જઇશું.

(6:50 pm IST)