Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

બીજા ભલે કરે, અમે છીએ ત્યાં સુધી લોકડાઉન નહીં

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન : કયુ એડમિનિસ્ટ્રેશન દેશ ચલાવશે એ તો સમય આવ્યે જ જાણી શકાશે,ધીરે ધીરે હાર પચાવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન,તા.૧૪ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંતે પોતાની હાર સ્વીકારવાની નજીક આવ્યા હોય તેવું લાગી રહ્યું રહ્યું છે. શુક્રવારે તેમણે વાત સ્વીકારી કે તેઓ ડેમોક્રેટ જો બાઇડન સામે નવેમ્બરની ચૂંટણીમાં હારી ગયા અને કહ્યું કે *આવનારો સમય કહેશે. ટ્રમ્પે પોતે ચૂંટણીમાં હાર્યો હોવાની વાતનો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે તાજેરમાં વ્હાઇટ હાઉસ ખાતે કોવિડ -૧૯ મહામારી અંગે મીડિયાને બ્રિફિંગમાં આપતા સમયે તેઓ હારને ધીરે ધીરે પચાવી રહ્યા હોવાનું લાગી રહ્યું હતું. તેમણે અમેરિકામાં ભયંકર રીતે ફેલાઈ રહેલા કોરોના વાયરસની બિમારીને લઈને કહ્યું કે આપણે લોકડાઉનમાં નહીં કરીએ, તેમણે કહ્યું. હું તો નહીં કરું. વહીવટ દેશમાં લોકડાઉન નહીં કરે. ટ્રમ્પે કહ્યું, આશા છે કે, ભવિષ્યમાં જે કંઇ પણ થાય છે, પણ કોણ જાણે છે કે કયું એડમિનિસ્ટ્રેશન દેશને ચલાવશે, હું માનું છું કે તે સમય કહેશે પરંતુ હાલ હું તમને એટલું કહી શકું છું કે એડમિનિસ્ટ્રેશન લોકડાઉનમાં નહીં કરે.

ત્યારબાદ અન્ય ઘણા અધિકારીઓએ કોરોના મહામારીને લઈને ટ્રમ્પ વહીવટીતંત્રના શું કરી રહ્યું છે તેની માહિતી આપાત અનેક સવાલનો જવાબ આપ્યા. મહત્વનું છે કે કોરોના મહામારીથી અમેરિકામાં ,૪૩,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જોકે જ્યારે એવું પૂછવામાં આવ્યું કે સર, તમે ચૂંટણીમાં હારનો સ્વીકાર ક્યારે કરશો?* પ્રશ્નનો જવાબ આપ્યા વગર ટ્રમ્પે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં રાખવામાં આવેલ પત્રકાર પરિસદને છોડી દીધી હતી અને ચાલ્યા ગયા હતા. નવેમ્બરના અમેરિકન ચૂંટણીના પરિણામ આવ્યા બાદ તેમણે ખોટો દાવો કર્યો હતો કે હકીકતમાં તેમની જીત થઈ છે અને તેમની વિરુદ્ધ ષડયંત્ર રચીને ચૂંટણી દ્વારા તેમને વ્હાઇટ હાઉસમાંથી બહાર કાઢવાનો પ્રયાસ છે. તેના પછી ટ્રમ્પનું પહેલીવાર પ્રકારને નિવેદન આવ્યું છે જેને લઈને અનેક તર્ક-વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. યુએસ નેટવર્ક્સએ શુક્રવારે દર્શાવ્યું હતું કે બાઇડન જ્યોર્જિયા રાજ્યમાં પણ જીત્યા છે. તેમને વ્હાઇટ હાઉસમાં જવા માટે જરુરી ઇલેક્ટોરલ મતો પૈકી કુલ ૩૦૬ મતો મળ્યા હતા જ્યારે ટ્રમ્પને ૨૩૨ મળ્યા છે. વ્હાઇટ હાઉસમાં સત્તાની ચાવી મેળવવા માટે ૫૪૨ પૈકી ૨૭૦થી વધુ મત જેમની પાસે હોય તેઓ બહુમતથી વિજેતા જાહેર કરવામાં આવે છે.

(8:28 pm IST)