Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

૬ રાજ્યના ૧૧૬ જિલ્લામાં ૩ લાખ મજૂરોને કૌશલ્ય તાલીમ

પ્રવાસી મજૂરોને સશક્ત બનાવવા માટે કેન્દ્રના પગલાં : જિલ્લા અધિકારીઓ સાથે મળીને કૌશલ્ય વિકાસ-ઉદ્યમ મંત્રાલય ૧૨૫ દિવસનો કૌશલ્ય વિકાસ કાર્યક્રમ ચલાવે છે

નવી દિલ્હી, તા.૧૪ : કેન્દ્રમાં મોદી સરકારે પ્રવાસી મજૂરોને સશક્ત બનાવવા માટે તાલીમ કાર્યક્રમો અમલમાં લાવી ચૂકી છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલયે ગુરુવારે અંગેની માહિતી આપતા જણાવ્યું કે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઓડિશા, મધ્ય પ્રદેશ અને ઝારખંડના ૧૧૬ જીલ્લાઓની ઓળખ કરવામાં આવી છે જ્યાંના ત્રણ લાખ પ્રવાસી મજૂરોને તાલીમ કાર્યક્રમ શરુ કરાયા હતા.

મંત્રાલયે જણાવ્યુ કે, વડાપ્રધાન કૌશલ્ય વિકાસ યોજના ૨૦૧૬-૨૦ હેઠળ તેનો મુખ્ય હેતુ કોવિડ-૧૯ કાળ પછી કેન્દ્ર તરફથી મળેલી તાલીમથી પ્રવાસી મજૂરો અને ગ્રામીણ વસતી સશક્ત કરવાનો હતો. જીલ્લા અધિકારીઓ સાથે મળીને કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલય જીલ્લાઓ ૧૨૫ દિવસનો કૌશલ્ય વિકાસ કાર્યક્રમ ચલાવી રહ્યુ છે. જેને અન્ય જીલ્લાઓમાં પણ વિકસાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને લીધે કરાયેલા લોકડાઉનમાં લાખોની સંખ્યામાં વિકસિત રાજ્યો, શહેરોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોએ સ્વદેશ તરફ પગપાળા મુસાફરી શરુ કરી દીધી હતી. લોકડાઉનને લીધે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પ્રવાસી મજૂરો તેમના સ્વદેશ પરત ફરી રહ્યા હતા. પરંતુ પાછા ફર્યા પછી તેમના માટે રોજગારની તકો બહુ મોટો પડકાર સાબિત થઇ રહ્યો હતો. વર્તમાન સમયમાં અનલોક સ્થિતિમાં પણ બહુ મોટા પ્રમાણમાં પ્રવાસી મજૂરો કામ પર પાછા આવ્યા નથી. જેના લીધે ઘણા ઉદ્યોગોમાં પણ તેની અસર જોવા મળી રહી હતી. બીજી તરફ સ્વદેશમાં રહીને રોજીરોટીની શોધ કરી રહેલા પ્રવાસી મજૂરો રાજ્ય સરકારો અને કેન્દ્ર માટે ચિંતાનો વિષય બની રહ્યા હતા.

(8:31 pm IST)