Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ઇરાન અફઘાનિસ્તાનની સરહદે ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ બાદ આગ : ઓઇલ અને ગેસના 500 ટેન્કરો ખાખ : 20 લોકોના મોત

ભીષણ આગના કારણે ધૂમાડાના કાળા ગોટા આકાશમાં ઉંચા ચડ્યા: કરોડો રુપિયાનું નુકસાન

તહેરાન :અફઘાનિસ્તાનના હેરાત વિસ્તારમાં ઇરાન-અઘાનિસ્તાન સીમા પર આવેલા ઇસ્લામ કલા બંદર પર એક ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ થયો અને તયારબાદ આગ પણ લાગી. જેના કારણે ત્યાં લાઇનમાં ઉભેલા અનેક તેલ અનમે ગેસના ટેન્કરો પણ તેની ઝપેટમાં આવી ગયા. ત્યારબાદ તો જાણે કે આગને મોકળું મેદાન મળી ગયું અને શૃંખલાબદ્ધ વિસ્ફોટો પણ શરુ થયા.

મળતી માહિતિ પ્રમણે આ બનાવમાં 500 જેટલા ટેન્કરો બળીને ખાખ થઇ ગયા છે. તો આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થવાની તેમજ તેટલી જ સંખાયામાં લોકોના ઘાયલ થવાની માહિતિ મળી છે. આ આંકડા હજુ સ્પષ્ટ નથી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેમાં વધારો થઇ શકે છે.

જ્યાં આ ઘટના બની તે વિસ્તારના ગવર્નરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ઘટનાની તપાસ શરુ કરી દેવામાં આવી છે. વિસ્ફોટ શા કારણે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. વિસ્ફોટ ખૂબ ભયાનક હતો ને ત્યારબાદ અનેક ટ્રકોમાં લાગેલી આગ પણ ભયાનક છે.

આગ એટલી ભીષણ છે કે બચાવકાર્ય માટે તેની નજીક જઇ શાકતું નથી. આ સિવાય એક સ્થાનિય મીડિયા એજન્સીના અહેવાલ પ્રમાણે 60 કરતા પણ વધારે લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. ભીષણ આગના કારણે ધૂમાડાના કાળા ગોટા આકાશમાં ઉંચા ચડ્યા જને દૂરથી પણ જોઇ શકાય છે. આ ઘટનાના વીડિયો વર્તમાન સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

બે વિસ્ફોટ તો એટલા પ્રચંડ હતા કે તેને અંતરીક્ષમાં રહેલા નાસાના સેટેલાઇ દ્વારા પણ ઓળખવામાં આવ્યા છે. આ દુર્ઘટનાના પગલે કરોડો રુપિયાનું નુકસાન પણ થયું છે.

(9:27 am IST)