Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વડોદરાની ચૂંટણી સભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચક્કર આવ્યા: સભાને સંબોધતી વખતે મુખ્યમંત્રીને અચાનક ચક્કર આવતા ઢળી પડ્યા : રૂપાણીને ગ્લુકોઝનું પાણી આપ્યું : બીપી સંભવત લો થઇ જવાના કારણે ચક્કર આવ્યા : ડોક્ટરોની તપાસ પૂર્ણ થયા બાદ ગાંધીનગર પરત ફરશે

વડોદરાની ચૂંટણી સભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચક્કર આવ્યા હતા સભાને સંબોધતી વખતે મુખ્યમંત્રીને અચાનક ચક્કર આવતા ઢળી પડ્યા  હતા રૂપાણી ઢળી પડતા તેઓને ગ્લુકોઝનું પાણી અપાયું હતું

અકિલા સાથે વાતચીતમાં  આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ ડક્ટરો મુખ્યમંત્રી શ્રી રૂપાણીની તબિયતની ડોકટરો તપાસ કરી રહ્યાં છે તેઓની બીપી સંભવત લો થઇ જવાના કારણે ચક્કર આવી ગયા છે અને સ્ટેજ પર ચક્કર આવતા ઢળી પડ્યા હતા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ તેઓની તબિયત સારી છે અને ડોક્ટરોની તપાસ પુરી થયા પછી તેઓ ગાંધીનગર પરત ફરશે

(12:00 am IST)