Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મોંઘવારીનો વધુ એક ડામ : પેટ્રોલ બાદ LPG સિલિન્ડરના ભાવમાં રૂ, 50નો મોટો ઝીંકી દેવાયો

14.2 કિલો એલપીજી સિલિન્ડરનો નવો ભાવ રુ. 769 થયો નવો ભાવવધારો સોમવારથી અમલી બની જશે

નવી દિલ્હી : એલપીજી સિલિન્ડરના ભાવમાં રુ.50 નો મોટો વધારો કરાયો છે. 50 રુપિયાના વધારા સાથે 14.2 કિલો એલપીજી સિલિન્ડરનો નવો ભાવ રુ. 769 થયો છે મોંઘવારીની મારમાં પીસાઈ રહેલી જનતા પર વધુ એક ફટકો પડ્યો છે. 50 રુપિયાના વધારા સાથે 14.2 કિલો એલપીજી સિલિન્ડરનો નવો ભાવ રુ. 769 થયો છે નવો ભાવવધારો સોમવારથી અમલી બની જશે

દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનના જણાવ્યાનુસાર, 50 રુપિયાના વધારા સાથે દિલ્હીમાં 14.2 કિલોનો એલપીજી સિલિન્ડર રુ.769 મા પડશે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને એલપીજીના ભાવન સમિક્ષા કરતી હોય છે અને તેને આધારે વધઘટ કરે છે.

1 ડિસેમ્બર, 2020 ના રોજ પણ પ્રતિ સિલિન્ડર પર રુ.50 નો વધારો ઝીંકાયો હતો ત્યારે 16 ડિસેમ્બરે પણ 50 રુપિયાનો વધારો થયો હતો. જુલાઈ મહિનામાં એક એલપીજી સિલિન્ડરનો ભાવ રુ. 694 હતો. સરકારે હવે રાંધણ ગેસના બાટલા પરની સબસિડી પણ બંધ કરી દીધી છે.

(12:00 am IST)