Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ભારતની જેલોમાં 67 ટકાથી વધારે હિન્દૂ કેદી: 18 ટકા મુસ્લિમ અને 27.37 ટકા અશિક્ષિત: NCRBના આંકડામાં થયો ખુલાસો

ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ સંસદમાં જેલોથી સંબંધિત આંકડાઓ રજૂ કર્યા

નવી દિલ્હી : ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ પાછલા સપ્તાહે સંસદમાં જેલોથી સંબંધિત આંકડાઓ રજૂ કર્યા હતા, જે રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના સંકલન પર આધારિત છે. આ આંકડાઓને 31 ડિસેમ્બર 2019 સુધી અપડેટ કરવામાં આવ્યાં છે. આંકડાઓ અનુસાર જેલોમાં બંધ કેદીઓમાં 3,21,155 (67.10 ટકા) હિન્દુ, 85,307 (17.82 ટકા) મુસલમાન, 18,001 (3.76 ટકા) શિખ, 13,782 (2.87 ટકા) ખ્રિસ્તી અને અન્ય 3,557 (0.74 ટકા) હતા

   આંકડાઓ અનુસાર લિંગના આધારે જોવામાં આવે તો મહિલાઓમાં 13,416 હિન્દુઓ, 3,162 મુસ્લિમો, 721 શીખ, 784 ખ્રિસ્તી અને 261 ‘અન્ય’ હતા. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રમાણે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે 72,512 હિન્દુ અને 27,459 મુસલમાન કેદી જેલોમાં બંધ છે. પંજાબમાં સૌથી વધારે 12,778 શિખ, 1640 ખ્રિસ્તી અને 915 અન્ય જેલોમાં કેદ છે

   આંકડા મુજબ દેશની જેલોમાં બંધ 4,78,600 કેદીઓમાંથી 3,15,409 (65.90 ટકા) અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) ના છે. જ્યારે ‘અન્ય’ તરફથી આવતા કેદીઓની સંખ્યા 1,26,393 છે. સૌથી વધારે 1,62,800 (34.01 ટકા) કેદીઓ ઓબીસી, 99,273 (20.74 ટકા) એસસી અને 53,336 (11.14 ટકા) એસટી વર્ગના છે.

આંકડાઓ અનુસાર ઓબીસી, એસસી અને ‘અન્ય’ વર્ગના સૌથી વધારે કેદીઓ ઉત્તર પ્રદેશમાં જ્યારે એસટી સમુદાયના મહત્તમ કેદીઓ મધ્યપ્રદેશની જેલોમાં કેદ હતા. પશ્ચિમ બંગાળએ 2018 અને 2019 માટે જેલ સંબંધિત ડેટા આપ્યો નથી, જેના કારણે તેના 2017ના આંકડા શામેલ કરવામાં આવ્યાં છે. જ્યારે મહારાષ્ટ્રનો કેટેગરી મુજબનો ડેટા ઉપલબ્ધ નથી. આંકડાઓ અનુસાર જેલોમાં બંધ કુલ કેદીઓમાં 4,58,687 (95.83 ટકા) પુરૂષ અને 19,913 (4.16 ટકા) મહિલાઓ હતી. આ 19,913 મહિલા કેદીઓમાંથી 6,360 (31.93 ટકા) ઓબીસી, 4,467 (22.43 ટકા) એસસી, 2,281 (11.45 ટકા) એસટી અને 5,236 (26.29 ટકા) અન્ય વર્ગ સાથે સંબંધ ધરાવે છે.

(12:00 am IST)