Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં ત્રણ દિવસનું લોકડાઉન : નવા કોરોના વાયરસનો કેસ નોંધાતા ફફડાટ

ઓકલેન્ડમાં એક જ પરિવારના ત્રણ સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત થયા

ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં ત્રણ દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ લોકડાઉન રવિવારે અડધી રાત્રે લાગું થઈ જશે. સરકારે આ નિર્ણય શહેરમાં મળેલા નવા કોરોના વાયરસનો કેસ સામે આવ્યા પછી લીધો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને કેબિનેટના મહત્વપૂર્ણ સભ્યો સાથે મીટિંગ કર્યા પછી શનિવારે સાંજે નિર્ણય લીધો છે. વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને કહ્યું કે, તેઓ ત્યાર સુધી સતર્ક રહેશે જ્યાર સુધી તેમના શહેરમાં આવેલા નવા કોરોના વાયરસ વિશે બધી જ રીતે સાચી જાણકારી મળે નહીં. તે જાણકારી મેળવવામાં આવી રહી છે કે, શું નવો કોરોના વાયરસ પહેલાની સરખામણીમાં વધારે સંક્રમિત છે?

જેસિંડા અર્ડર્ને જણાવ્યું કે, દેશમાં પણ કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવશે, જેથી ઓકલેન્ડ શહેર ઉપરાંત બાકી જગ્યાઓ ઉપર લોકડાઉન લગાવવું પડે નહીં. રવિવારના દિવસે ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય અધિકારીઓએ સૂચના આપી કે, ઓકલેન્ડમાં એક જ પરિવારના ત્રણ સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જેમની ઓળખ કરી શકાઇ નથી. તેથી શહેરમાં નવા કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સાવધાનીપૂર્વકના પગલા ભરતા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને પોતાના બધા પ્લાન કેન્સલ કરી દીધી છે અને તેઓ શહેરમાં કોરોના વાયરસને રોકવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે પરત રાજધાની વેલિંગ્ટન આવી ગઈ છે અન્ય દેશોની સરખામણીમાં ન્યૂઝેલેન્ડ કોરોના વાયરસને પછાડવામાં વધારે સફળ રહ્યું છે. ન્યૂઝીલેન્ડમાં બહારના દેશમાંથી આવતા પ્રવાસીઓને બે અઠવાડિયા સુધી ક્વોરોન્ટાઈનમાં વિતાવવા પડે છે.

(12:00 am IST)