Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

બેંગ્લોરમાં પ્રાઈવેટ નર્સિંગ કૉલેજના 40 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પૉઝિટિવ: મોટો ખળભળાટ

મોટાભાગના વિદ્યાર્થીઓ કેરળના : તમામ નર્સિંગ અને મેડિકલ કૉલેજોમાં સામૂહિક કોરોના ટેસ્ટ કરાશે

કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં એક પ્રાઈવેટ નર્સિંગ કૉલેજમાં એક સાથે 40 વિદ્યાર્થીઓ કોરોના પૉઝિટીવ મળી આવવાથી હંગામો મચી ગયો છે. આરોગ્ય અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે મોટાભાગના વિદ્યાર્થીઓ કેરળના છે. જથી લઈને 20 ફેબ્રુઆરી સુધી શહેરના તમામ નર્સિંગ અને મેડિકલ કૉલેજોમાં સામૂહિક પરીક્ષા લેવામાં આવશે. બેંગ્લોરના નાગરિક બોડી કમિશનર એન મંજુનાથ પ્રસાદે કૉલેજનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ પાસેથી પાસેથી આ કેસો સાથે કામ કરવા માટે કયા પગલા લેવામાં આવ્યા હતા તે અંગે પૂછપરછ કરી હતી.અધિકરીએ જણાવ્યું કે રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેઓ શહેરના શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા તમામ વિદ્યાર્થી માટે અનિવાર્ય રૂપથી એક નકારાત્મક કોરોના પરીક્ષણ પ્રમાણપત્ર ફરજિયાતપણ લે, જે 72 કલાકથી વધારે જૂનું નહીં હોવું જોઈએ. કર્ણાટક સરકારે જાહેરાત કરી છે કે કેરળથી દક્ષિણ કન્નડ, ઉડ્ડુપી, મૈસુરુ, કોડાગુ અને ચામરાજનગર જિલ્લાઓમાં આવનારા વિદ્યાર્થીઓને RTPCR નકારાત્મક પરીક્ષણ રિપોર્ટ પ્રાપ્ત કરવા કહ્યું છે.

(12:00 am IST)