Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

દિલ્‍હીમાં આતંકી હુમલાનું કાવત્રું ઝડપાયું

અજીત ડોભાલની ઓફિસનો વિડીઓ ઉતારવાના તાલીમબધ્‍ધ ત્રાસવાદીઓ પાસેથી મળેલ ચોંકાવનારી વિગતો જાહેર કરતા પોલીસ વડા

શ્રીનગર,તા. ૧૫: જમ્‍મુ-કાશ્‍મીરના પોલીસ વડા દિલબાગસિંહ કહ્યું કે અજીત ડોભાલની ઓફિસનો વિડીઓ બનાવનારની ધરપકડ પછી જાણવા મળ્‍યુ છે કે જૈસ એ મોહમ્‍મદના આંતકીઓ દિલ્‍હીમાં મોટો ત્રાસવાદી હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા.

શ્રી સીંધે કહેલ કે આતંકીઓએ આ માટે બિહારથી શષાોની ખરીદી પણ શરૂ કરી દીધી છે. એટલુ જ નહિ પંજાબમાં રહીને અભ્‍યાસ કરી રહેલ કાશ્‍મીરના કેટલાક વિદ્યાર્થી દ્વારા કાશ્‍મીર ખીણમાં ગેરકાનૂની રીતે હથિયારો મોકલવામાં આવી રહ્યા છે.

પોલીસ વડાએ પત્રકાર પરિષદમાં આતંકી સંગઠન લશકરએ મુસ્‍તફા (એલઇએમ)ના આતંકી હિદાય તુલ્લા અને રેઝિસ્‍ટન્‍સ ફ્રન્‍ટના આતંકી ઝહૂર અહમદ રાથરની ધરપકડ બાદ આ વિગતો જાહેર કરી હતી.

આ લોકોમાં જમ્‍મુમાં પણ કેટલાક સ્‍થળોએ રહેવાનું શોધી રહ્યા હતા જેથી ત્રાસવાદી હિલચાલનું સંચાલન કરી શકાયે. હથિયાર, દારૂગોળો પણ મળ્‍યા છે. આ હથિયારો સરહદ ઉપર સુરંગો દ્વારા તથા ડ્રોન દ્વારા પાકિસ્‍તાનથી લાવવામાં આવ્‍યા'તા. ડીજીપીએ પંજાબના ચંદીગઢના ભણતા કેટલાક નર્સીંગ વિદ્યાર્થીઓનો સંદર્ભ આપેલ.

પકડાયેલો મલિક ગત નવેમ્‍બરમાં ૬૦ લાખની બેન્‍કવાન લૂંટમાં સામેલ હોવાનું બહાર આવ્‍યું છે. તેની પત્‍નિ સહિત ૪ સાથીઓ ઉપાડી લેવાયા બાદ આ વિગતો મળી છે.

પકડાયેલ આતંકી રાથર મોટુ માથું છે અને આ મોટી ઉપલબ્‍ધી ગણાય છે. પાકિસ્‍તાનમાં તાલિમ પામેલ રાજાૈરીના રસ્‍તે તે તાલીમ લઇ પાંચ વિદેશી આતંકી સાથે કાશ્‍મીરમાં ફરી પ્રવેશ્‍યો હતો. તેણે કાશ્‍મીરમાં મોટુ નેટવર્ક બનાવ્‍યું છે. તેણે આપેલ વિગતો ઉપરથી  ૮ તેના સાથી પકડાયા છે. કેટલાકની કાશ્‍મીરમાં પુછતાછ ચાલુ છે.

(10:43 am IST)